જાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ

  • May 12, 2025 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર-ખંભાળીયા હાઇવે જાખર પાટીયા પાસે બંધ પડેલ પેટ્રોલ પંપે ટ્રાન્સપોર્ટના ટેન્કર ચાલકે તથા બે અજાણ્યા શખ્સોએ નળીઓ વડે ટેન્કરમાંથી આશરે ૨૦ લીટર જેટલુ ડીઝલ કાઢીને વિશ્ર્વાસઘાત કર્યાની ૩ સામે ગુનો નોંધાતા તપરાસ હાથ ધરવામાં આવી છે.


મુળ ભાવનગરના વાવડી ગામના વતની હાલ રાજકોટ યુનીવર્સીટી રોડ ગ્રીનસીટી ખાતે રહેતા વેપાર કરતા ગીરીરાજસિંહ હરીચંદ્રસિંહ ગોહિલ દ્વારા ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં ટેન્કરચાલક તથા બીજા બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ બીએનએસ કલમ ૩૧૬(૩), ૨૮૭, ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી છે.


વિગત અનુસાર ફરીયાદીએ પોતાના પેટ્રોલપંપમાં ન્યારા એનર્જીમાંથી પેટ્રોલ, ડીઝલ મંગાવેલ હોય જે સરમરીયા દાદા ટ્રાન્સપોર્ટની ટેન્કર નં. જીજે૩૬વી-૪૧૩૧ના ચાલકે પોતાની ટેન્કર ગઇકાલે જાખર પાટીયા પાસે બંધ પડેલ પેટ્રોલ પંપે લઇ જઇને એક ફોરવ્હીલ કાર નં. જીજે૧૩એન-૧૦૮૬ની આવતા તેમાથી બે અજાણ્યા માણસો ઉતર્યા હતા.
​​​​​​​

દરમ્યાન બે અજાણ્યા માણસો દ્વારા ઉપરોકત ટેન્કરમાથી નળીઓ વડે ફયુલ ટેન્કમાં તથા બીજી નળી વડે પ્લાસ્ટીકના કેનમાં આશરે ૨૦ લીટર જેટલુ જવનશીલ ડીઝલ કાઢી ઓર્ડર કરેલ ટેન્કરના ચાલકે ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો અને બે શખ્સોએ સાથે મળીને મદદગારી કરી હતી. ફરીયાદ અનુસંધાને પડાણા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application