રાજકોટ પાસિંગની કાર અને દારૂ સહિત ૪.૬૬ લાખનો મુદ્દા કબ્જે: કારના રજીસ્ટ્રેશન નંબર ના આધારે આરોપીની શોધખોળ
જામનગર- રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટીયા પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં રેઢી પડેલી એક કારમાંથી એલસીબી ની ટુકડીએ ૨૦૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ન જથ્થો અને કાર સહિત રૂપિયા ૪.૬૬ લાખની માલમતા કબજે કરી છે, જયારે રાજકોટ પાસિંગની કારના નંબરના આધારે દારૂના ધંધાર્થીની શોધખોળ હાથ ધરી છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર રાજકોટ રોડ પરથી એક કાર મારફતે ઈંગ્લીશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જે બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન એક પ્લોટમાં સફેદ કલરની સ્કોડા કાર નજર પડી હતી.
એલસીબીની ટુકડીએ નજીક જઈને નિરીક્ષણ કરતાં ઉપરોક્ત જીજે-૩ ઇ.આર. ૦૮૮૮ નંબરની કાર રેઢી પડેલી હતી. તે કારને ખોલીને અંદર નિરીક્ષણ કરતાં કારની અંદરથી ૨૦૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગલિશ દારૂ અને કાર સહીત રૂપિયા ૪,૬૬,૪૦૦ ની માલમતા કબ્જે કરી લીધી છે, અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં દારૂબંધી ભંગ અંગે ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે, અને અજાણ્યા બુટલેગર ને ફરાર જાહેર કર્યા પછી કારના રજીસ્ટ્રેશન નંબર ના આધારે બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech