કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી છેલ્લા અઠવાડિયાથી ચાલી રહી છે. આ ઝુંબેશ દરમિયાન રાજકોટ શહેરમાંથી 21 અને જિલ્લામાંથી 5 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા છે. આગામી દિવસોમાં આ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 21 બાંગ્લાદેશની નાગરિકોને એસ.ઓ.જી, એલ.સી.બી ઝોન-૧, બી ડિવિઝન, યુનિવર્સિટી, થોરાળા, આજીડેમ સહિતના પોલીસ મથકના સ્ટાફે શોધી કાઢ્યા છે. આ ઝુંબેશ હજુ પણ યથાવત છે.
બીજી તરફ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાના પગલે રાજકોટ જિલ્લામાં પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં જેતપુરમાંથી બે, ઉપલેટામાંથી બે, બાંગ્લાદેશની નાગરિકોને ઝડપી લીધા હતા.
દરમિયાન ગોંડલના ઇન્ચાર્જ ડિવાયએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં એલસીબીના એ.એસ.આઇ રવિદેવભાઈ બારડ, વકારભાઈ આરબને મળેલી બાતમીના આધારે પડધરીના મોવીયા સર્કલ પાસે એક મહિલા કોઈ પણ પ્રકારના વિઝા કે સરકારી મંજૂરી વગર ગેરકાયદે રીતે રહેતી હોવાનું માલુમ પડતાં પડધરી પોલીસ સ્ટેશનના પીઆઇ એસએન પરમાર તથા સ્ટાફે અહીં પહોંચી હતી.
અહીં શંકાસ્પદ મહિલાની પુછતાછ કરતા તેનું નામ શાહિદા ખલીલમાતુમ્બર અખ્તર (ઉ.વ 34 રહે. હાલ મંગલબાગ ગુરુદ્વારા ચોકડી સરકારી હોસ્પિટલ પાસે જામનગર, મૂળ રહે ગોહેલપોટા, નગરકંડા, બાંગ્લાદેશ) હોવાનું માલૂમ પડ્યું હતું. આ મહિલા પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ કે અન્ય કોઈ બીજા પુરાવા મળ્યા ન હતા. જેથી તેની પૂછપરછ કરતા પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાનું અને કોઈપણ પ્રકારના વિઝા વગર અહીં રહેતી હોવાનું માલુમ પડ્યું હતું. મહિલા પાસેથી બાંગ્લાદેશનું આઈકાર્ડ પણ મળી આવ્યું હતું. જેથી મહિલાને નજર કેદમાં રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 27,000 થી વધુ શ્રમિકોને ચેક કરવામાં આવ્યા છે જે દરમિયાન કુલ પાંચ બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech