જામનગર: ધ્રોલ નજીક વિદેશી દારૂના ૨૧૬૦ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો
કાર, દારૂનો જથ્થો મળી ૧૧.૭૭ લાખનો મુદામાલ જપ્ત : થાનના સપ્લાયર અને માલ મંગાવનાર જામનગરના શખ્સ સહિત ૩ની સંડોવણી ખુલી
જામનગર શહેર-જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ધ્રોલ-જોડિયા રોડ પર પશુ દવાખાનાની સામે સ્થાનીક પોલીસે વોચ ગોઠવી કિયા સેલ્ટોસ કારને અટકાવી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨,૧૬૦ ચપટા મળી આવ્યા હતા. પોલીસે કારચાલકની ધરપકડ કરી ૧૧,૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો જથ્થો થાનના શખ્સે મોકલ્યો છે અને જામનગર નંદનવનના શખ્સે મંગાવ્યો હોવાનું સામે આવ્યુ છે આ બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતો, ત્યારે ધ્રોલ-જોડિયા રોડ ઉપર ગાંધીચોક પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે, લતીપર તરફથી ધ્રોલ તરફ કિયા સેલ્ટોસ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને એક શખ્સ આવી રહ્યો છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખી ધ્રોલ-જોડિયા રોડ પર પશુ દવાખાનાની સામે વોચ ગોઠવી હતી.
દરમિયાન વહેલી સવારે બાતમીવાળી કાર આવતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારચાલકની પૂછપરછ કરતાં તેનું નામ સુનિલ જયસુખભાઈ મકવાણા કોળી (ઉંમર ૩૪), રહે. શિવશક્તિ સોસાયટી, મયુર ક્લિનિકવાળી ગલી, હાપા, જામનગર હોવાનું ખુલ્યું હતું.
કારની તપાસ દરમિયાન ડ્રાઇવર સીટની બાજુમાં, પાછળની સીટમાં તથા ડેકીમાં બોક્સ મળી આવ્યાં હતાં. આથી તપાસ કરતાં મધ્યપ્રદેશમાં વેચાણ માટે જ દર્શાવેલા કુલ ૨,૧૬૦ કંપની સીલબંધ ચપટા મળી આવ્યા હતા. જેની કિંમત ૩,૬૭,૨૦૦ થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી ૮ લાખની કિયા સેલ્ટોસ કાર અને ૧૦ હજારનો મોબાઇલ ફોન મળી કુલ ૧૧,૭૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કારચાલક સુનિલ મકવાણાની પુછપરછ કરતા દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતા મેહુલભાઈ કોળીએ ભરી આપ્યો હતો. જ્યારે આ જથ્થો જામનગરની સાધના કોલોની, નંદનવન સોસાયટી, પીજારા વાસમાં રહેતા સાહીલ ફિરોજભાઈ મોદીએ મંગાવ્યો હોવાનું તેમજ ધુંવાવ ગામના મુસ્તાક સફીયાની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
આમ, પોલીસે કારચાલકને ઝડપી પાડી દારૂની હેરાફેરીના નેટવર્કમાં સપ્લાયર અને જથ્થો મંગાવનાર સહિતના અન્ય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૮૧ અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ RPFના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર ધર્મેન્દ્ર ગુરયાણીની પ્રમોશન સાથે સિકંદરાબાદ બદલી
November 24, 2026 07:31 PMબોલરોની ધોલાઈ કરી, રેકોર્ડ થયા ચકનાચૂર: વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક ઇનિંગ્સનું રહસ્ય ખોલ્યું
November 24, 2026 06:59 PMટાટા કાર અને SUV ખરીદવી મોંઘી થશે, 1 ડિસેમ્બરથી કિંમતો વધશે
November 24, 2026 06:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
