↵
ધો.૧૦ બોર્ડનુ પરિણામ જાહેર થયેલ છે જેમાં જામનગરની મોદી સ્કુલ ઇંગ્લીશ મીડીયમનું ૯૮.૯૭ ટકા તેમજ ગુજરાતી મીડીયમનું ૯૯.૩૦ ટકા પરિણામ આવ્યુ છે. સ્કુલમાં કુલ ૩૩૭ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યુ છે. તેમજ મોદી સ્કુલમાંથી ૯૩ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે, તેમજ ૩૧ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆર, ૧૦૯ વિદ્યાર્થીઓએ ૯૫ પીઆર તેમજ ૧૬૫ વિદ્યાર્થીઓએ ૯૦ પીઆર મેળવ્યા છે.
વૈદેહીએ ધો.૧૦માં વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા વિષયોમાં અવ્વલ નંબરે
મોદી સ્કુલમાં ધો. ૧૦માં અભ્યાસ કરતી વૈદેહી હેમંતકુમાર ઝરીવાલાએ ૯૭.૬૭ ટકા અને ૯૯.૯૫ પીઆર પ્રાપ્ત કર્યા છે. તેમજ તેમણે વિજ્ઞાન જેવા અઘરા વિષયમાં ૯૮ અને ગણિતમાં ૯૯ માર્કસ મેળવ્યા છે તે દરરોજ ૬ થી ૭ કલાકનું વાંચન કરતી હતી. આ ઉજ્જવળ પરિણામ મેળવવા માટે વૈદેહીએ માતા પિતા, ઇશ્ર્વર અને શાળાના સંચાલકો તથા શિક્ષકોનો આભાર માન્યો હતો.
નીવાએ મેળવ્યા વિજ્ઞાનમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ
મોદી સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી નીવા સુનિલભાઇ વરસાણીએ ૯૭.૫ ટકા અને ૯૯.૯૩ પીઆર પ્રાપ્ત કર્યા છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે. નીવા દરરોજ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરવા માટે ૫ થી ૬ કલાકનું વાંચન કરતી હતી. તેમજ આ પરિણામ માટે નીવાએ કહ્યું કે હું મારા માતા પિતા, ઇશ્ર્વર, તથા શાળાના સંચાલકોની આભારી છું.
મીત સોનગરાએ ગણિત-વિજ્ઞાનમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા
મોદી સ્કુલ ધો.૧૦ માં અભ્યાસ કરતો મીત મનસુખભાઇ સોનગરાએ ૯૭ ટકા તેમજ ૯૯.૮૭ પીઆર સાથે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમણે ગણિત અને વિજ્ઞાન જેવા કઠીન વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે આ ઉજ્જવળ પરિણામ મેળવવા માટે સ્કુલ ઉપરાંત દરરોજનું ૬ થી ૭ કલાક વાંચન તેમજ માતાપિતા, ઇશ્ર્વરનાં આશિર્વાદ રહ્યા છે. તેમજ શાળાના સંચાલકો અને શિક્ષકોનું માર્ગદર્શન મહત્વનું રહ્યું છે.
મેઘા સંસ્કૃતમાં અવ્વલ નંબરે: ૧૦૦માંથી ૧૦૦ ગુણ
મોદી સ્કુલ ધો. ૧૦માં અભ્યાસ કરતી મેઘા સાગરભાઇ વિરાણીએ ૯૫.૫૦ ટકા અને ૯૯.૯૫ પીઆર પ્રાપ્ત કર્યા છે. તેમણે ગણિત અને વિજ્ઞાનમાં ૯૪ તેમજ સંસ્કૃતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરવા માટે દરરોજનું ૫ થી ૬ કલાકનું વાંચન કરતી હતી. તેમજ મેઘાએ જણાવ્યું હતું કે મારા ઉજ્જવળ પરિણામ માટે માતા પિતા, ઇશ્ર્વર, શાળાના સંચાલકો તેમજ શિક્ષકોની આભારી છું.
અર્ચના ચૌહાણએ ગણિતમાં મેળવ્યા ૧૦૦માંથી ૧૦૦ ગુણ
મોદી સ્કુલ ધો.૧૦માં અભ્યાસ કરતી અર્ચના ભૂપતભાઇ ચૌહાણએ ૯૬.૧૭ ટકા અને ૯૯.૬૯ પીઆર સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે તેમજ તેમણે વિજ્ઞાન અને ગણિતમાં અનુક્રમે ૧૦૦ તથા ૯૯ ગુણ મેળવ્યા છે. ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરવા માટે સ્કુલ ઉપરાંત ૭ થી ૮ કલાકનું વાંચન કરતી હતી. તેમણે જણાવ્યું કે મારા ઉજ્જવળ પરિણામ માટે મારા માતાપિતા, ઇશ્ર્વર, શાળાના સંચાલકો તથા શિક્ષકોની આભારી છું.