ટ્રક પલ્ટી મારી ગઈ...ધોરાજીમાં રોયલ સ્કૂલ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, પાંચ લોકોને ગંભીર ઈજા, તમામને જુનાગઢ સિવિલ ખસેડાયા

  • June 01, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં રોયલ સ્કૂલ પાસે ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ટ્રક પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં બસમાં બેઠેલા પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગત આવી સામે આવી છે.


અકસ્માતથી ધોરાજી હાઈવે પર ટ્રાફિકજામ થયો

ઈજાગ્રસ્ત તમામ લોકોને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત થતા ધોરાજી હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application