જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઇ લાલ રહ્યા ઉપસ્થિત
જામનગરના ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનીયમ દ્વારા પત્રકાર પૂત્ર ગુંજનભાઇ ગણાત્રાની સ્મૃતિમાં સતત ચોથા વર્ષે આયોજીત કરાયેલા રકત્તદાન યજ્ઞમાં 50 જેટલા રકત્તદાતાઓએ રકત્તદાન કર્યું હતું. જેમાં મહિલાઓની સંખ્યા પણ ગણનાપાત્ર હતી.
શહેરમાં ડી.કે.વી.કોલેજ સર્કલ પાસે ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના કોમન હોલમાં જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલની બ્લડબેંક અને ગણાત્રા પરિવારના સહકારથી આયોજીત કરાયેલા આ રકત્તદાન કેમ્પમાં જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ વેળાએ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ મોદી, જયેશભાઇ પારેલીયા તેમજ આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ રકત્તદાન યજ્ઞ સાથે યોજાયેલા હેમોગ્લોબીન ચેકઅપનો લાભ પણ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનીયમના હોદ્દેદારો રમેશભાઇ ગઢવી, પ્રણવસિંહ જાડેજા, ગિરીશભાઇ ગણાત્રા, વિપુલભાઇ દુદાણી તથા કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech