કાળમુખો કોરોના ફરી ત્રાટક્યો, મુંબઈમાં 53 પોઝિટિવ કેસ, હોસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ બેડ અને રૂમની વ્યવસ્થા કરાઈ

  • May 20, 2025 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈમાં કુલ 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હજુ સુધી કોરોના સંક્રમણને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આવી સ્થિતિમાં, મુંબઈ બીએમસી હોસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ બેડ અને રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સિંગાપોર, હોંગકોંગ, પૂર્વ એશિયા અને અન્ય દેશોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. બીએમસીના આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ-19 ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.


ખાસ બેડની સુવિધા ઉભી કરાઈ

જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી છે. મે મહિનાથી થોડા દર્દીઓ જોવા મળ્યા છે, બીએમસી વહીવટીતંત્ર નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી રહ્યું છે. નગરપાલિકા કોવીડ -19 માટે પૂરતી સુવિધાઓ પૂરી પાડી રહી છે. આમાંથી સેવન હિલ્સ હોસ્પિટલમાં 20 બેડ (એમઆઈસીયુ), 20 બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે અને 60 સામાન્ય બેડ છે. આ ઉપરાંત, કસ્તુરબા હોસ્પિટલમાં 2 ઇન્ટેન્સિવ કેર યુનિટ બેડ અને 10 બેડનો વોર્ડ છે. બીએમસી વહીવટીતંત્રે નાગરિકોને જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો આ ક્ષમતા તાત્કાલિક વધારવામાં આવશે.


જાણો કોવિડ-૧૯ ના સામાન્ય લક્ષણો 

કોવિડ-૧૯ ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો શામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ગુમાવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો મોટે ભાગે સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ એ એક મુખ્ય ભયનો સંકેત માનવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application