રાજકોટમાં ફૂંકાયેલા મિનિ વાવાઝોડાથી ૫૩ વૃક્ષ, બે હોર્ડિંગ ધરાશાયી, પ્રિમોન્સુન પ્લાન તો દૂર વરસાદ માપવામાં પણ મ્યુનિસિપલ સિસ્ટમ ફેઇલ, જાણો કેમ?

  • May 23, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ગત સાંજે એક કલાક સુધી મિનિ વાવાઝોડા સાથે માવઠું વરસતા શહેરમાં ૫૩ વૃક્ષ અને બે હોર્ડિંગ બોર્ડ તેમજ પાંચ વીજ થાંભલા ધરાશાયી થતા રાતભર ફાયર બ્રિગેડની ટીમ દોડતી રહી હતી.રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોનમાં ૮ મીમી, ઇસ્ટ ઝોનમાં ત્રણ મીમી અને વેસ્ટ ઝોનમાં એક મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગ મુજબ રાજકોટ શહેરમાં ૬૬ મીમી (અઢી ઇંચ) પાણી વરસ્યું હતું.વરસાદ પૂર્વે ૬૫ કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાતા અફડાતફડી મચી ગઇ હતી અને ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના ફોન ધણધણી ઉઠ્યા હતા.


તોફાની પવન અને પ્રચંડ ગાજવીજ સાથે માવઠું વરસ્યું હતું

રાજકોટ ગત સાંજે ૬થી ૭ દરમિયાન તોફાની પવન અને પ્રચંડ ગાજવીજ સાથે માવઠું વરસ્યું હતું, ભારે પવનના કારણે રેસકોર્સ રિંગ રોડ ઉપર ઇન્કમટેક્સ ઓફિસ સામે તેમજ યાજ્ઞિક રોડ નજીક તેમજ બે સ્થળે હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થયા હતા, જ્યારે રિંગ રોડ-૨ ઉપર મવડીની વગડ ચોકડીએ રસ્તા ઉપર ભરાયેલા પાણી કારના વહીલ ખૂંપી ગયા હતા. મવડીની રાધે હોટેલ નજીક ચોમેર પાણી પાણી થઇ ગયું હતું. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૫૩ વૃક્ષ ધરાશાયી થયા હતા. ફાયર બ્રિગેડ તેમજ ગાર્ડન શાખાની ટીમ રાતભર ધરાશાયી થયેલા વૃક્ષો ઉપાડવા માટે દોડતી રહી હતી. શહેરમાં પાંચ વીજ થાંભલા પણ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં અંધારપટ સર્જાયો હતો. શહેરમાં અનેક સ્થળોએ મસાલા માર્કેટના મંડપ ઉડયા હતા.

કઈ જગ્યાએ શું બન્યું

  • વગડ ચોકડીએ કાર ખૂંપી
  • રેસકોર્સ રોડ હોર્ડિંગ ધરાશાયી
  • સર્કિટ હાઉસનું વૃક્ષ જમીનદોસ્ત
  • મવડીમાં પાણી ભરાયા
  • મસાલા માર્કેટના મંડપ ઉડયા
  • વીજ થાંભલા ધરાશાયી


રાજકોટના આ વિસ્તારોમાં ૫૩ વૃક્ષ ધરાશાયી

  1. શારદાબાગ સર્કિટ હાઉસ
  2. પીડી માલવીયા કોલેજ પાસે
  3. વર્ધમાન નગર
  4. બહુમાળી ભવન પાસે
  5. રૈયા ચોકડી
  6. યોગી નગર
  7. વિરાટ નગર
  8. ટાગોર માર્ગ
  9. સેટેલાઇટ-મોરબી રોડ
  10. કોઠારિયા રોડ
  11. ગોંડલ રોડ
  12. કુવાડવા રોડ
  13. શાસ્ત્રી મેદાનની દિવાલે
  14. ગુરૂપ્રસાદ ચોક
  15. જિલ્લા ગાર્ડન ચોક
  16. રેલવે સ્ટેશન સામે
  17. જુના મોરબી રોડ ઉપર
  18. સાધુ વાસવાણી માર્ગ
  19. અમૂલ સર્કલ
  20. રામનાથ પરા સ્મશાન પાસે
  21. ભક્તિનગર
  22. દેવપરા
  23. પુનિત નગર
  24. બજરંગવાડી
  25. મવડી મેઇન રોડ
  26. મંગળા મેઇન રોડ
  27. જીમખાના રોડ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application