જામનગરમાં ગુરુનાનક દેવજીની ૫૫૬ મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવશે

  • October 30, 2025 06:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગુરુનાનક દેવજીની ૫૫૬ મી જન્મ જયંતીની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવશે

જામનગર શહેર માં ગુરુદ્વારા શ્રી ગુરું સિંઘ  સભામાં ગુરુનાનક દેવજીની ૫૫૬ મી જન્મજયંતિ ની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

ગુરુદ્વારા ગુરુસિંઘ સભા સ્થળે થી પ્રભાત ફેરી સવારે ૫.૪૫ વાગ્યે નીકળશે, અને અલગ અલગ ૪ દિવસ સુધી શહેરના ચાર મુખ્ય માર્ગ ઉપરથી પસાર થશે.

જેના પ્રારંભે આજે સવારે ગુરુદ્વારા થી સાત રસ્તા અને ત્યાંથી ક્રિકેટ બંગલા થઈ નગર ભ્રમણ કરી ને ગુરુદ્વારામાં પરત ફરી હતી.
ત્યાર બાદ આવતી કાલે સવારે ગુરુદ્વારા થી અંબર ચોકડી  ઝુલેલાલ મંદિર, બેડીગેટ, ટાઉન હોલ, લીમડા લાઇન, થી ગુરુદ્વારા માં પરત ફરશે.

ત્યારબાદ તા ૧.૧૧.૨૦૨૫ રોજ ગુરુદ્વારા થી ભીડભંજન મંદિર, લાખોટા તળાવ, જૂની આરટીઓ કચેરી, ન્યુ એસટી સ્ટેન્ડ,  ક્રિકેટ બંગલા  થઇ પરત ગુરુદ્વારા માં પહોંચશે, જ્યારે તા ૨.૧૧.૨૦૨૫ ના રોજ દાંડિયા હનુમાન મંદિર, ડોમિનોઝ પિઝા જોગર્સપાર્ક, વિરલ બાગ, ડી.કે.વી. સર્કલ થી પરત ગુરુદ્વારા સુધી પહોંચશે.

આ ઉપરાંત ગુરુદ્વારામાં સેહજ પાઠ સાહેબ નો આરંભ કરવામાં આવ્યો છે, જ્યારે બુધવાર તા ૫.૧૧.૨૦૨૫ ના દિવસે સવારે ૧૦ વાગ્યે સેહજ પાઠ સાહેબ ની પુર્ણાહુતી થશે, તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કાર્યકર્મની સંપૂર્ણ સમાપ્તિ બપોરે ૨.૦૦ વાગ્યે રાખવામાં આવી છે. તે પછી ગુરુ કા લંગર નું આયોજન  રાખવામાં આવ્યુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application