દ્વારકાના રિસોર્ટમાં જુગાર રમતા ગાંધીનગરના ૬ શખ્સો ઝડપાયા
એલસીબીના દરોડામાં રોકડ અને મોબાઇલ સહિત ૧.૧૦ લાખનો મુદામાલ મળ્યો
તીર્થનગરી દ્વારકામાં એક રિસોર્ટની લોબીમાં ગંજીપત્તાનો જુગાર રમતા ગાંધીનગરના છ શખ્સો સામે એલસીબી પોલીસે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ધોરણસર ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના નિર્ભય મુકેશભાઈ અપાણી પોતાના અન્ય સાથીઓ સાથે દ્વારકા ફરવા આવ્યા હતા અને દ્વારકા-બરડીયા માર્ગ પર આવેલા એક રિસોર્ટમાં રોકાયા હતા. દરમિયાન એલસીબી સ્ટાફના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન રિસોર્ટના ત્રીજા માળે કેટલાક શખ્સો ગંજીપત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ ગોજીયા અને ખીમાણંદભાઈ આંબલીયાની માહિતીના આધારે પોલીસ ટીમે રિસોર્ટ ખાતે પહોંચી દરોડો પાડ્યો હતો. જ્યાંથી ગાંધીનગરના નિર્ભય મુકેશભાઈ અપાણી સહિત કુલ છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે આ સ્થળેથી જયદીપ બાબુભાઈ કુકડીયા, ઉદયસિંહ ભરતસિંહ ગોહિલ, કાર્તિક હર્ષદભાઈ પડસાણા, હરિકૃષ્ણ રમેશભાઈ ગઢીયા અને ભરતસિંહ ફતેસિંહ ગોહિલ સહિત તમામ છ આરોપીઓને ઝડપી લીધા હતા.
દરોડા દરમિયાન પોલીસે રૂ. ૬૫,૨૫૦ની રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧,૧૦,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationPVR INOX ના 'નો કેશ, ઓન્લી UPI' નિર્ણય પર બબાલ: અમદાવાદના ગ્રાહકે મોકલી લીગલ નોટિસ
September 20, 2026 11:11 PMરાજકોટમાં વાહનની વિગતો મોકલી સાયબર ગઠિયાઓએ વેપારીના ખાતામાંથી સેરવી લીધા રૂ.8.12 લાખ
September 20, 2026 06:53 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
