યાત્રાધામ દ્વારકામાં બુધવારે મોડી રાત્રે આસામથી આવેલા નવ જેટલા યાત્રાળુઓને ઝાડા-ઉલટીઓની તકલીફ થતા તુરંત સ્થાનિક હોસ્પીટલમાં ખસેડાયા હતા જેમાં એક વૃધ્ધ યાત્રાળુનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે અન્ય આઠ લોકોને સંભવત ફૂડ પોઇઝનિંગની અસરના પગલે વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા છે. આ બનાવના પગલે ક્ષણિક અફડા તફડી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી.
સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર યાત્રાધામ દ્વારકા ખાતે આસામના લગભગ 45 જેટલા યુવા, પ્રૌઢ વય ઉપરાંત મોટી ઉમંરના યાત્રી ગણ અત્રે યાત્રા અર્થે આવ્યા હતા. જે તમામ યાત્રિકો દ્વારકાના ભારત સેવા સંઘ આશ્રમ ખાતે ઉતર્યા હતા. આ આસામના લગભગ નવ જેટલા યાત્રાળુઓએ બુધવારે મોડી રાત્રે ઝાડા-ઉલટીની તકલીફ થતા તુરંત જ અા તમામને સ્થાનિક હોસ્પીટલમાં લઇ જવાયા હતા.
જે દરમિયાન ઉધબચંદ્ર દાસ (ઉ.વ. 60) નામના વૃધ્ધનુ મૃત્યુ નિપજયુ હોવાનુ તબીબોએ જાહેર કર્યુ હતુ. જયારે અન્ય આઠ લોકોને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.ભોગગ્રસ્તોમાં નીલીમા ડાકર(ઉ.વ. 65), પ્રેમદા કાલીતા (ઉ.વ. 50), અંજના ડાકા (ઉ.વ. 57), કરામીતી લાકદાર (ઉ.વ. 70), હિરેન દાસ (ઉ.વ. 45), અલાકા કલીતા (ઉ.વ. 65) ઉપરાંત લખયાના દાસ (ઉ.વ. 63) અને હરીક્રિષ્ના દાસ (ઉ.વ. 70)નો સમાવેશ થાય છે.જે તમામને જી.જી. હોસ્પીટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.આ બનાવના પગલે ક્ષણિક દોડધામ સાથે અફડા તફડી મચી જવા પામી હતી. મૃતક વૃધ્ધ ઉંમરલાયક હોય, પોષ્ટમોર્ટમની પરીવારે ના પાડી હોવાનુ પણ સામે આવ્યુ છે.
સંભવત ફૂડ પોઇઝનિંગના કારણે આ બનાવ બન્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ફૂડ પોઇઝનીંગથી કાકાનું મૃત્યુ, જયારે પિતા સારવાર હેઠળ આસામથી મારા પિતા સહિત 45 લોકો દ્વારકા યાત્રાએ આવ્યા હતા જે દરમિયાન ફૂડ પોઇઝનીંગની અસર થતા નવેક લોકોને દ્વારકા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. મારા એક કાકાનુ દુ:ખદ મૃત્યુ થયુ છે.જયારે અન્ય આઠ લોકોની હાલ સઘન સારવાર ચાલી રહી છે.
વિશ્વજીત (મૃતકનો ભત્રીજો,હાલ રાજસ્થાન) ત્રણથી પાંચ દિવસ સુધી ઝાડા, ઉલટીની તકલીફ, આઠ લોકો દાખલ આસામના મોટી ઉંમરના આસામના લોકો વહેલી સવારે ઝાડા ઉલટીના પગલે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરાયા છે જે તમામની ઉંમર 50થી 70 વર્ષની વય છે, ભારત સેવાશ્રમમાં તેઓ રોકાયા હતા, છેલ્લા ત્રણથી પાંચ દિવસ સુધી ઝાડાની તકલીફ હતી, મોટી ઉમરના દર્દીઓને કિડનીની પણ તકલીફ છે, છ મહિલા અને બે પુરૂષ પૈકી એક પુરૂષની હાલત થોડી ગંભીર છે, જેઓને ડાયાલીસીસ પર લેવામાં આવ્યા છે. તમામ રીપોર્ટ કરવામાં આવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech