સલાયાના વચલાબારા ગામેથી ડીગ્રી વગરના ડોકટરે એસઓજીની ટુકડીએ ૧.૫૪ લાખના મુદામાલ સાથે ઝડપી લીધો છે.
રાજકોટ રેન્જ આજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, પીઆઇ રાઘવ જૈન દ્વારા ટેકનીલ ઇન્ટેલીજન્સ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી જિલ્લામાં કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઇસમો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પીઆઇ પી.સી. સીંગરખીયાને જરુરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને એએસઆઇ રાજેન્દ્રસિંહ જાડેજાની સાથે પોલીસ કોન્સ. હરદીપસિંહ જાડેજા, સ્વરુપસિંહ જાડેજા, સુમાતભાઇ ચાવડા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ખાનગી રાહે સંયુકત હકીકત મળેલ કે વચલાબારા ગામે મેડીકલ પ્રેકટીસની માન્યતા ધરાવતી ડીગ્રી વગરના ગેરકાયદેસર ડોકટર તરીકેની ઓળખ આપી ખાનગી દવાખાનુ ચલાવે છે. જે ચોકકસ હકીકત આધારે તપાસ કરતા રામચંદ્ર દશરથ ત્રિનાથ બિશ્ર્વાસ મુળ રહે. ઇટખુલાપરા,બેટાઇ, તા. ટીહોટો, વેસ્ટ બંગાલ હાલ રેહ. વચલાબારા ગ્રામ પંચાયત ઓફીસ સામે તા. ખંભાળીયાવાળો ઇસમ પોતે ડોકટર હોવાનો દેખા કરી તેમજ દવાખાનુ ચલાવી દવાખાનામાં દવાની ટીકડીઓ (ટેબલેટ), બાટલા, સીરીંઝ તથા સ્ટેથોસ્કોપ, બીપી માપવાનુ સાધન તા મેડીકલ પ્રેકટીશને લગત સામાન રાખી પોતે લોકોની જીંદગી સાથે ચેડા કરતો હોવાનું જણાતા કુલ ૧.૪૫.૦૬૫ લાખનો મેડીકલ પ્રેકટીશને લગતો સામાન તથા રોકડા ૨૧૭૦, ૧ મોબાઇલ કિ. ૭૦૦૦ મળી કુલ ૧.૫૪.૨૩૫ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech