સીમમાં એમપીનો શખ્સ શરાબની ૮૯ બાટલી સાથે પકડાયો
જામનગરના કિશાનચોક વિસ્તારમાં એક બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડીને એક શખ્સને વિદેશી દારુની ૫૨ બોટલ સાથે પકડી લીધો હતો જેમાં નાગેશ્ર્વરના શખ્સની સંડોવણી ખુલી હતી જયારે કાલાવડના જીવાપર સીમમાં પરપ્રાંતીય શખ્સને વિદેશી દારુની ૮૯ બોટલ સાથે દબોચી લીધો હતો.
સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એમ.એન. રાઠોડ સાથે સ્કોડના માણસો જામનગર સીટી-એ ડીવીઝન વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.હેડ કોન્સ. રવીરાજસિંહ જાડેજા, પો.કોન્સ વિક્રમસિંહ જાડેજાને ચોકકસ બાતમી મળેલ કે, કીશાનચોક નંદા બ્રધર્સવાળી ગલી, સુર્યવંશીચોકમાં રહેતો ઉમેશ ઉર્ફે બાબુડી પ્રકાશ નાખવા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલો રાખી વેચાણ કરે છે.
તેવી હકીકત આધારે રેઇડ કરતા ઝડતી દરમ્યાન મકાનમાથી ભારતીય બનાવટની વિદેશી દારુની ૫૨ બોટલો કિ. ૨૬૦૦૦ના મુદામાલ સાથે મળી આવતા કબ્જે કરી હતી, દારુનો જથ્થો પુરો પાડનાર આરોપી મુર્તુજા ઉર્ફે લાડુળો રહે. નાગેશ્ર્વર જામનગરવાળાને ફરાર જાહેર કર્યો હતો.
બીજા દરોડામાં કાલાવડના જીવાપરની સીમમાં રહેતા કૈલાશ વેસ્તા મસાણીયા નામના શખ્સને વિદેશી દારુની જુદી જુદી બ્રાન્ડની કુલ ૮૯ બોટલ કિ. ૩૬૫૦૦ ના મુદામાલ સાથે પકડી લીધો હતો. કાલાવડ ટાઉન પોલીસ દ્વારા મુળ એમ.પી.ના પડાલા ગામના અને હાલ જીવાપર સીમમાં પટેલની વાડીમાં રહેતા કૈલાશની દારુ બાબતે વધુ પુછપરછ કરી હતી.
***
ખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાંથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૬૦ હજારની કિંમતના જી.જે. ૧૮ ડી.એ. ૭૨૭૨ નંબરના બુલેટ મોટરસાયકલ લઈને નીકળેલા સાગર હાજાભાઈ ધમા (રહે. ગોલણ શેરડી) નામના ૩૦ વર્ષના ગઢવી શખ્સને ઝડપી લઈ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech