ફાયર ફાઇટર સહિતના કાફલાએ આગ લીધી કાબુમાં
ભાણવડ નજીક ઐતિહાસિક બરડા ડુંગરમાં કાનમેરા ખાતે એકાએક ગત રાત્રિના આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી, જો કે આગથી કોઇ નુકશાન થયું નથી, વન વિભાગ સહિત સ્થાનિકો અને ફાયર ફાઇટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.
ભાણવડ-પોરબંદર હાઇવે માર્ગ ઉપર બરડા ડુંગરની ગોદમાં રાણપર ગામ નજીક કાનમેરા પર્વત આવ્યો છે, ત્યાં રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતી, આગના લબકારાની જાણ થતાં રાણાવાવ તેમજ ભાણવડથી વન વિભાગ કાનમેરા પર્વત ખાતે પહોંચ્યું હતું, વન વિભાગે આગને કાબુમાં લેવા માટે સ્થાનિક ભાણવડ તેમજ ખંભાળીયાથી ફાયર ફાઇટર મંગાવ્યા હતા, ફાયર ફાઇટર સહિત વન વિભાગ અને સ્થાનિકોએ પાણીનો સતત મારો ચલાવી મહા મહેનતે આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી.
જો કે જાનહાનિ તેમજ અન્ય કોઇ નુકશાન થયું નથી, એમ વન વિભાગે જણાવ્યું હતું, બનાવની જાણ થતાં ડી.સી.એફ. અણકુમાર સહિત ટી.ડી.ઓ. બેડીયાવદરા, તેમજ આર.એફ.ઓ. દિનેશભાઇ સોલંકી, સામતભાઇ ભમર સહિતના દોડી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા: પોક્સો કેસમાં સલાયાના આરોપીને દસ વર્ષની સખત કેદ અને દંડ
May 05, 2025 12:08 PMખંભાળિયાના કંચનપુર કરમદી ગામે આજે ઉર્ષ મુબારકનો કાર્યક્રમ
May 05, 2025 12:06 PMટોકન મેળવ્યા વગર માછીમારી કરવા ગયેલા ઓખાના બે શખ્સો સામે કાર્યવાહી
May 05, 2025 12:04 PMઇસ્લામ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આતંકવાદ રહેશે જ
May 05, 2025 12:01 PMલેડી ગાગાના કોન્સર્ટમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું, 2 આરોપીની ધરપકડ
May 05, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech