દ્વારકામાં અંદાજિત ૪.૫૦ કિમી લંબાઈનો ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ કરાશે

  • January 31, 2026 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ દ્વારકા ખાતે આવતા પર્યટકોની મુસાફરી વધુ સુગમ બનશે

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે છેલ્લા થોડા વર્ષોમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધ્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો વિકાસ માટે પ્રયાસો હાથ ધરી રહી છે. જેના અનુસંધાને પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં શહેરીજનો અને પર્યટકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તેવા હેતુથી અંદાજિત ૪.૫૦ કિમી લંબાઈનો ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ હાથ ધરવામાં આવશે. 


આ ફોર લેન બાયપાસ રોડ સાથે બને બાજુ આધુનિક વોટર ડ્રેનેજ સિસ્ટમ,  રિફ્લેક્ટિવ સાઈન બોર્ડ, રોડ માર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગ, મેટલ ક્રેશ બેરિયર, સેફ્ટી રેલીંગ, સ્પીડ વોર્નિંગ સાઇન, ટ્રાફિક કંટ્રોલ એલિમેન્ટ્સ, ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટ સહિત સુવિધાઓ વિકસાવવામાં આવશે. ઉપરાંત, બાયપાસની બંને બાજુઓ પર બ્યુટીકિફિકેશન, ગ્રીન બેલ્ટ, લેન્ડસ્કેપિંગ, મીડિયમ ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેના પરિણામે દ્વારકા ખાતે આવતા પર્યટકોની મુસાફરી સુગમ અને સુરક્ષિત બની રહેશે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application