જામનગરમાં આવેલ કોશિશ ફાઉન્ડેશ દ્વારા હંમેશા જામનગરમાં સમાજ જાગૃતિ અને પર્યાવરણ જાગૃતિની દિશામાં પ્રયાસો કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે જામનગરને હરિયાળીથી ભરપૂર બનાવવા અને શહેરને લીલુંછમ રાખવાના ઉમદા ભાવ સાથે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો પર્યાવરણની રક્ષા કરે અને પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તે માટે કોશિશ ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક રોપા વિતરણ કરાયા હતા. ડીકેવી સર્કલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. અને અનેક વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું. આ અવસરે કોશિશ ફાઉન્ડેશનના સહારાબેન મકવાણા, કસ્તુરબા વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર, ઉમેશભાઈ થાનકી તેમજ નિતેશભાઇ કોટેચા, કિરીટભાઈ મહેતા, મોહમ્મદભાઈ વહેવારીયા, વિજયસિંહ જાડેજા, પાર્થભાઈ પંડ્યા, રાજેશ્રીબેન નિશાબેન ઐયર, બીનાબેન, જુનેદભાઈ, ફેમિદાબેન, ફાતેમાબેન, સૂફી બ્લોચ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMઉપલેટામાં સ્વ. નર્મદાબેન સીણોજીયા ની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
May 20, 2025 05:01 PMરાજકોટ : પોલીસ પર પથ્થરમારો અને વાહનમાં તોડફોડ કરનાર 20 આરોપીની ધરપકડ
May 20, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech