જામનગરમાં રવિવારે સિઘ્ધનાથ મંદિરેથી ભવ્ય શિવ શોભાયાત્રા નીકળશે

  • February 12, 2026 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા ૪૪ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે પિસ્તાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને રવિવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો રજત મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૨ સંસ્થાના ૧૯ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા- જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂણ થશે અને મહાઆરતી યોજાશે.


 જામનગર શહેર પછોટી કાશી ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્ર્ષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રધ્ધા કેન્દ્ર સમા છે. ત્યારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ પ્રતિવર્ષ હાથ ધરાય છે જે પરંપરા અનુસાર આ વખતે પિસ્તાલીસમાં વર્ષે ભવ્ય શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 



 શિવશોભાયાત્રામાં સ્થાન પામતી ભગવાન શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ રવિવારે મહાશિવરાત્રી પર્વના દિવસે સવારના ૧૦ થી ૧૨ શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાન શિવજીના આશુતોષ ના સ્વરૂપ ની પૂજા શહેરના અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન - અર્ચન - દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યાર પછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી બપોરે સાડા ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.


 સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના સભ્યો એક જ રંગના ધાર્મીક સુત્રોનું ચિત્રણ કરેલ એક સરખા ઝભ્ભા ધારણ કરશે  તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. રજત મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરશે તેમજ આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.


 શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટસ તદ્ ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (એક ફલોટ), શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (૩ ફલોટ), ભગવા યોદ્યા સંઘ (બે ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (એક ફલોટ) ભગવા રક્ષક (બે ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ),બાળ હિન્દૂ સેના, શિવ નાગેશ્વર મિત્ર મંડળ (૧ ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), વિરાટ બજરંગ દળ (એક ફલોટ) સહિતના મંડળો દ્વારા ૧૯ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે.



 બપોરે સાડા ચાર વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણીક સુપ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસથી દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે ૧૨.૩૦ કલાકે ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રીના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.


 આ વખતે સતત પિસ્તાલીસમાં વર્ષે યોજાનારી શિવશોભાયાત્રાના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના ક્ધવીનર તરીકે પ્રજ્વલભાઈ પાલન તેમજ સહક્ધવીનર તરીકે આશિષભાઈ નકુમ તથા હિરેનભાઈ માતંગની નિયુકિત કરવામાં આવી છે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (મહાદેવ)ના માર્ગદર્શન હેઠળ અનેક શિવભકતો દ્વારા સફેદ રંગના વસ્ત્રો તેમજ સંસ્થાના ઓળખપત્રો સાથે શોભાયાત્રાનું સંચાલન કરાશે. જેઓ શોભાયાત્રાના રોકાણ, સંચાલન સાથે સતત શોભાયાત્રા દરમિયાન ખડે પગે જ રહેશે. યાત્રા દરમિયાન ઉદ્ભવનારી સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ બનશે. શોભાયાત્રામાં જોડાનારા તમામ મંડળો અને ચલિત ફલોટ્સ ધારકો પણ આ સંકલન સમિતિના નેજા હેઠળ જ ભાગ લેશે.


 આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જ્ઞાતિમંડળો, સેવા સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો, વેપારી મંડળો, અગ્રણી વ્યાપારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રનાં વિસ્તારો ધજા-પતાકા, મંડપ, કમાન, રોશનીથી શણગારવામાં આવશે. તેમજ જે તે વિસ્તારમાંથી પસાર થનારી શિવશોભા યાત્રાનું સ્વાગત કરશે. જેમાંના કેટલાક મંડળો દ્વારા પોતાના સ્થાનિક વિસ્તારમાં ઠંડા પીણાં, સરબત, દૂધ કોલ્ડ્રીંકસ, સૂકીભાજીની પ્રસાદીની સમસ્ત ભાવિકજનો માટે સેવા પૂરી પાડશે. 


 જેમાં, નાગેશ્વર મંદિર પાસે નાગેશ્વર યુવક મંડળ, શ્રીગોળ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ, સમસ્ત કોળી સમાજ - નાગેશ્વર, મહાકાળ મિત્ર મંડળ, કેસરિયા હનુમાન મિત્ર મંડળ, રામદેવ મિત્ર મંડળ, દાઉદી વ્હોરા સમાજ, કોમી એકતા ગ્રુપ - સુભાષ બ્રિજ પાસે, હિતેશભાઈ બાંભણીયા ગ્રુપ- આદર્શ સ્મશાન પાસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, વિક્રમ સાબુ શોપ પાસે, નવયુવક મિત્ર મંડળ નાગનાથ ગેઇટ, પટેલ રેસ્ટોરન્ટ - બીપીનભાઈ પટેલ, વિશ્વનાથ હોટલ ગ્રુપ, મહાવીર બેટરી પાસે, કાશી વિશ્વનાથ મંદિર, દયાશંકર બ્રહ્મપુરી, ભાનુશાળી સમાજ (નંદા પરિવાર) દ્વારા સ્વાગત, મજદુર યુવક મંડળ- પી.ડબ્લ્યુ.ડી. ડેલા પાસે,સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, ભારતીય જનતા પાર્ટી - બેડી ગેઇટ, બનાસ અલ્પાહાર (નારસંગભાઈ ઠાકોર ગ્રુપ), ગુર્જર સુથાર કડિયા જ્ઞાતિ - હરિઓમ મિત્ર મંડળ - ધરમ મિત્ર મંડળ - કડિયાવાડ, સ્વામિનારાયણ મંદિર - કોઠારી સ્વામી ચતુર્ભૂજદાસજી મહારાજ - જાયન્ટ્સ ગ્રુપ જનસેવા - દરેડ, બ્રહ્મ વિકાસ સમિતિ, શિવ શકિત સંસ્કૃતી સેવા ટ્રસ્ટ, ચૌહાણ ફળી મિત્ર મંડળ, ભોઇ જ્ઞાતિ, ત્રિશુલ મિત્ર મંડળ - નવી વાસ, - હર્ષિદા માતા ચેરીટેબલ ટ્રસ્ટ, રણજીત રોડ - પંજાબ બેંક રિક્ષા એસો., સમસ્ત ભોઈ સમાજ, દીપક ટોકીઝ રીક્ષા એસો - અલુભાઇ પટેલ ગ્રુપ - પંકજ સોઢા ફાઉન્ડેશન, ગણેશ મિત્ર મંડળ - વજીર ફળી, રાજેન્દ્ર રોડ વેપારી એસોસીએશન-મુન્નાભાઈ નાગોરી, સાઈનાથ મિત્ર મંડળ, સમસ્ત સતવારા સમાજ, રાણા યુવક મંડળ, જામના ડેરા મિત્ર મંડળ - દાજી બાપુની શેરી, સિંધી માર્કેટે વેપારી એસો., બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ, સુખરામદાસ ગ્રુપ, નિરવભાઇ ગ્રુપ - બર્ધન ચોક,કંસારા જ્ઞાતિ, પતંગિયા ફળી મિત્ર મંડળ, ઓમ ગ્રુપ - માંડવી ટાવર પાસે, યુવક મંડળ, ગણેશ મરાઠા મંડળ, સ્વ. બાબુભાઇ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સેન્ટ્રલ બેંક મીઠાઇ એસોસીએશન, ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ યુવક મંડળ, શિવ મિત્ર મંડળ સેન્ટ્રલ બેન્ક, આશુતોષ મહાદેવ મિત્ર મંડળ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, શિવ મિત્ર મંડળ, સૂર્ય નારાયણ મંદિર, સારડા ફોરેકસ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર, જયમાતાજી હોટલ ગ્રુપ, શકિત યુવક મંડળ, સેતાવાડ ગજ કેશરી યુવા સંગઠન ગ્રુપ (અવેડિયા મામા) નાગર ચકલા વેપારી એસોસીએશન, ભવાની માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, સતિ માતા મિત્ર મંડળ, હવાઇ ચોક મિત્ર મંડળ, સમસ્ત હાલારી ભાનુશાળી જ્ઞાતિ, હાટકેશ્વર નાગર બ્રાહ્મણ અને વૈજનાથ મહાદેવ મંદિર પાસે પુષ્પવૃષ્ટિ, વૈજનાથ એપાર્ટમેન્ટના રહેવાસી દ્વારા સુકી ભાજીનો પ્રસાદ, ગિરનારી યુવક મંડળ, યંગ સોશ્યલ ગ્રુપ, ઓમકાળેશ્વર મિત્રમંડળ, લોહાણા મહાજન સમાજ, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ, ત્રિશાલી પાવભાજી મહેન્દ્રસિંહ ચૌહાણ, શુભમ રેસ્ટોરન્ટ (હિતેન્દ્રસિંહ જાડેજા) નિલકંઠ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર વગેરે દ્વારા સક્રિયપણે જોડાઇને ભગવાન શિવજીની પાલખીનું પૂજન અને સ્વાગત કરશે.



 આ ભવ્ય શિવ શોભાયાત્રામાં જોડાવા અને દર્શનનો લાભ લેવા માટે જામનગરના ધર્મ પ્રેમીઓને હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજ, કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (મહાદેવ) ની યાદીમાં જણાવાયું છે.



છોટીકાશીથમાં પરંપરાગત યોજાતી શિવ શોભાયાત્રા ના આયોજન પૂર્વે પંચેશ્વર ટાવરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધીની ભક્તિ ફેરી યોજાઈ

જામનગર તા ૧૨, જામનગર શહેરમાં પ્રતિવર્ષ હિન્દૂ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ પરંપરાગત શિવ શોભાયાત્રાનું આયોજન થાય છે, તે પૂર્વે શોભાયાત્રાના આયોજનને આખરી ઓપ આપવાના ભાગરૂપે યોજાયેલી અંતિમ બેઠક બાદ ભક્તિ ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા ગૌરીશંકર મહાદેવના મંદિરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધીની ભક્તિફેરી યોજાઇ હતી.


 હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ ના આશીર્વચન સાથે આ ભક્તિ ફેરીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, અને શિવ શોભાયાત્રના આયોજન અર્થે એકત્ર થયેલા બહોળી સંખ્યામાં ઉપસ્થિત શિવ ભક્તોના હાથમાં ભગવા ધ્વજ લઈને અને પહર હર મહાદેવ, ના જયઘોષના ઉચ્ચારણ સહિત પદયાત્રા સાથેની ભક્તિ ફેરી યોજાઈ હતી. આ વેળાએ શિવમ ગ્રુપના પી.ડી. રાયજાદા, પત્રકાર જગતભાઈ રાવલ વગેરે જોડાયા હતા.


ગૌરીશંકર મહાદેવના મંદિરથી પ્રારંભ થઈ નીલકંઠ ચોક, ટાઉનહોલ સર્કલ થઈને ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં શિવ મંદિરે ભગવાન શિવજીને નમન કરી ફરીથી હર હર મહાદેવના નાદ સાથે ભક્તિ ફેરી પંચેશ્વર ટાવર સ્થિત ગૌરીશંકર મહાદેવના મંદિર નજીક શ્રી રામદૂત હનુમાનજી ના મંદિર ના પ્રાંગણ માં પરિપૂર્ણ થઈ હતી.


 જેમાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ  વ્યાસ (મહાદેવ ની આગેવાનીમાં શિવ શોભાયાત્રા ના ક્ધવીનર, સહ ક્ધવીનર, સંકલન સમિતિના સભ્યો,  પાલખી સમિતિના સભ્યો ઉપરાંત અન્ય વિવિધ મંડળ, સંગઠ્ઠન સાથે જોડાયેલા શિવભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા.


૪૫મી શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો

 મહાશિવરાત્રી પર્વે નગરમાં પરિભ્રમણ કરનારી શિવ શોભાયાત્રામાં આયોજક સંસ્થા દ્વારા પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. આ વર્ષે સવિશેષ આકર્ષણ ભગવાન આશુતોષજીની મુખ્ય પાલખીની સાથે રજત મઢીત અને સુવર્ણ ના કુંડળ વળી  મહાદેવની ૬ ફૂટ ના કદની પછડીથ રહેશે. 


કારણ કે, રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુધ્ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. શિવ શોભાયાત્રામાં જોડાતી પાલખીમાં બિરાજમાન શિવજીના આશુતોષ સ્વરૂપની પ્રતિમા પ્રત્યેક ભકતજનો વિશેષ આસ્થા ધરાવતા હોય છે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે તાજેતરમાં શુધ્ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્યા છે.


 મહાદેવ હર મિત્ર મંડળ સાથે જોડાયેલા જયેશભાઈ બદીયાણીના પરિવાર દ્વારા અર્પણ કરાયેલી સાગના લાકડાની પાલખી પર પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના અનુદાનથી સમગ્ર પાલખીને રજત મઢીત બનાવાઈ છે. 


ઉપરાંત મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટબલ ટ્રસ્ટને ભાવિકો દ્વારા ધરવામાં આવેલી રકમ ઉપરાંત જામનગરના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના આર્થિક યોગદાનથી સુવર્ણનું ત્રિશૂલ, ડમરું, લલાટમાં ત્રીજું નેત્ર તેમજ શેષનાગ આશુતોષ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મસમોટું સુવર્ણનું છત્ર શિવાર્પણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિની સાથે સુવર્ણ મઢીત રૂદ્રાક્ષની માળા તથા કુંડળ પણ અર્પણ કરાયેલા છે, ઉપરાંત સોનાથી મઢીત શિવજીની પાઘડી તૈયાર કરવામાં આવી છે.જ્યારે રજત મઢીત ભગવાન શિવજીનું સિંહાસન પણ તૈયાર કરાયું છે. જેની સાથે સાથે  રૂા. આઠ લાખના ખર્ચે આશુતોષજી મહાદેવ સુવર્ણ યજ્ઞોપવિત (જનોઇ) તૈયાર કરવામાં આવી છે. શિવશોભા યાત્રામાં સમગ્ર સુવર્ણ અલંકારોથી સજ્જ કરીને આશુતોષજીનું સ્વરૂપે દર્શનાર્થે મુકવામાં આવશે.

​​​​​​​

ત્યારે આ વર્ષે નવા આકર્ષણ રૂપે ભગવાન શિવજીની પાલખી સાથે આકર્ષક રજત મઢીત પછડીથ તૈયાર કરાઈ છે, જેમાં પણ અનેક શિવભક્તોનું અનુદાન પ્રાપ્ત થયું છે, અને પ્રથમ વખત તૈયાર કરીને શોભાયાત્રામાં જોડવામાં આવશે, જેમાં સોનાના કુંડળ લગાવાયા છે. આ શિવરાત્રીએ જામનગરના શિવ પ્રેમી ભકતગણ સુવર્ણ અલંકારોથી સજ્જ શિવજીના દર્શન નિહાળી ગદગદ થશે.​​​​​​​


શિવ શોભાયાત્રામાં નવા આકર્ષણ રૂપે ભગવાન શિવજીની છ ફૂટના કદની રજત મઢીત પછડીથ તૈયાર કરાઈ

નગરમાં મહાશિવરાત્રીના પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રામાં પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઊભા કરવામાં આવે છે, ત્યારે આ વખતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શિવજી ની છ ફૂટના કદની આશરે સાડા ત્રણ કિલો રજત મઢીત પછડીથ તૈયાર કરવામાં આવી છે, જેને ગઈકાલે ખુલ્લી મુકવામાં આવી હતી.

 સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ, જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આશિષભાઈ જોશી, જામનગર શહેર પ્રમુખ સુનિલભાઈ કનૈયા, પત્રકાર જગતભાઈ રાવલ, શિવમ ગ્રુપના પી.ડી. રાયજાદા, જાખરના અગ્રણી પી.એમ. જાડેજા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પછડીથને ખુલ્લી મૂકવામાં આવી હતી, અને આગામી શિવરાત્રીના પર્વ ના દિવસે આશુતોષ મહાદેવ ની પાલખીની સાથે સાથે પછડીથ પણ નવરજનોના દર્શન માટે શિવ શોભાયાત્રા દરમિયાન જોડવામાં આવશે.


શોભાયાત્રાના સંચાલન માટે સંકલન સમિતી રચાઇ

હિન્દુ ઉત્સવ સમિતી અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શુક્રવારે યોજાનારી શિવ શોભા યાત્રાના સફળ સંચાલન માટે સંકલન સમિતીની રચના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજની હાજરીમાં કરવામાં આવી હતી, જેના ક્ધવીનર તરીકે પ્રજ્વલ પાલન, તેમજ સહ ક્ધવીનર તરીકે આશિષ નકુમ તથા હિરેનભાઈ માતંગ ની નિમણુંક કરવામાં આવી હતી તેમજ દિલીપભાઇ આહીર, જીગરભાઇ રાવલ, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, રમેશભાઇ વેકરીયા, માંડણભાઇ કેશવાલા, રાજુભાઇ ભુવા, બ્રીજેશ નંદા, સંદીપ વાઢેર, નંદલાલ કણઝારીયા, રાહુલ જોશી, મનિષભાઇ સોઢા, સંદિપભાઇ વાઢેર, વ્યોમેશ લાલ, કમલેશ પંડયા, દિપક ગાંધી, ભાર્ગવ પંડયા, હેમલ ગુસાણી, જીમીભાઇ ભરાડ, નિરૂભા જાડેજા, જીતુભાઇ ગાલા, મિતેષભાઇ મહેતા, ચીરાગ ઓઝા, જસ્મીનભાઇ વ્યાસ, દિપેશ કણઝારીયા, પ્રતીક કટેશીયા, પ્રતિક ભટ્ટ, રાજ ત્રિવેદી, રાહુલભાઇ નંદા, અમર દવે, વૈભવ રાવલ, અશોક મકવાણા, જય શીસાંગિયા, પાર્થ રાવલ, કરણ ઓઝા, સાજન રાઠોડ, વિજય સોઢા, તેજસ ચાવડા, આશિષ નકુમ, ભાવિન ભોજાણી વગેરેની નિમણુંક કરવામાં આવી છે. જેઓ દ્વારા સમગ્ર શોભા યાત્રાનું સંચાલન કરવામાં આવશે.જુસાભેર તેમજ આસ્થા સાથે જોડાય છે 


ઉપરાંત અનેક શિવ ભક્તો દ્વારા ભગવાન આશુતોષજીની પાલખીનું પુજન કરાશે અને તેઓ દ્વારા ભગવાન શિવજીને અલગ અલગ ૩૪ જેટલા ચલણી નોટોનો હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. જેથી આ વખતની શિવશોભા યાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળશે.


શોભાયાત્રા ના સંચાલન માટે ક્ધવીનર તેમજ બે સહ-ક્ધવીનરની નિયુક્તિ કરાઈ

જામનગર શહેરમાં સતત ૪૫ મા વર્ષે પરંપરાગત રીતે યોજાનારી શિવ શોભાયાત્રાના સંચાલન અર્થે સંકલન સમિતિની રચના કરાઈ છે, જ્યારે  ક્ધવીનર તેમજ સહ ક્ધવીનરની નિયુક્તિ કરાઈ છે જેમાં ક્ધવીનર પદે પ્રજ્વલભાઈ પાલનની નિયુક્તિ કરવામાં આવી છે. જેઓને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજના હસ્તે દંડ ની સોંપણી કરવામાં આવી હતી.

 આ ઉપરાંત સહ ક્ધવીનર તરીકે આશિષભાઈ નકુમ, કે જેને પત્રકાર જગત ભાઈ રાવલ દ્વારા દંડ સોપાયો હતો, અને બીજા સહ સહ ક્ધવીનર તરીકે હિરેનભાઈ માતંગની નિમણૂક કરીને શિવમ ગ્રુપના પી.ડી. રાયજાદા ના હસ્તે દંડ સોંપવામાં આવ્યો હતો. જે ત્રણેય દ્વારા શિવશોભા યાત્રા નું સંચાલન કરવામાં આવશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application