જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5, નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે ત્રિ-દિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવ ઓકટોબર, 2024ના મંગળવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
મહામતિ શ્રી પ્રાણનાથજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે જામનગર અને આસપાસના અન્ય રાજ્યો ઉપરાંત દેશ વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થતિમાં મંગળવારે સાંજે ખીજડા મંદિર ખાતેથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
મહામતિ શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવના બીજા દિવસે એટલે કે, 1,ઓકટોબર, 2024ના સવારે પ્રાગટ્યની મહાઆરતી, દર્શન તથ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું હતું. ત્યાર બાદ સાંજે શ્રી 5, નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નિકળી હતી. જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મ સ્થાન ‘ શ્રી પ્રાણનાથ મેડી મંદિર' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થઈ હતી.
આ શોભાયાત્રામાં પૂજ્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરીયા, મહેશભાઈ જોબનપુત્રા, ધીરુભાઈ સાવલીયા, જમનભાઇ અકબરી, વિનુભાઈ સહિતના અગ્રણી કાર્યકરોએ તૈયાર કરેલ ધાર્મિક ઝાંખીઓ સાથે વાજતગાજતે શોભાયાત્રા સંપન્ન થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech