મીઠાપુર પોલીસ સ્ટેશન મા હજુ પચ્ચીસ દિવસ થયા નવનિયુક્ત પીઆઇ કે.બી.રાજવીની નિમણુંક થયેલ હતી અને ટુકા સમય મા તેની બદલી મીઠાપુર માથી કરવામાં આવતાની સાથેજ આમપ્રજા રોષ ભભુકી રહ્યો છે તે બદલી રોકાવવા સંખ્યા બંધ લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરવામાં આવી રહીછે અને સમય આવ્યે જલદ આંદોલન થાય તો પણ નવાઈ નહી એક બાજુ પીઆઇ કે.બી.રાજવી ની બદલી થય ત્યારે બીજી તરફ દારૂના ધંધાર્થીઓ પોતાનો ધંધાની ગોઠવણ કરવા મેદાનમાં આવી રહયા છે તેવુ આમપ્રજા એક ચર્ચા નુ કેન્દ્ર બન્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર , સૂરજકરાડી,આરંભડા , ઉદ્યોગનગર જેવા વિસ્તારોમાં દારૂબંધીને લઈને અવારનવાર સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠે છે. પરંતું PI કે.બી.રાજવી ના આગમન બાદ થોડા સમય માટે બૂટલેગરોનું માર્કેટ ક્રેશ થયું હતું.
જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું ત્યાં ત્યાં ટીમ સાથે સફાટો બોલાવ્યા બાદ શાંતિની સ્થાપના કરી હતી.. પણ અચાનક PI કે.બી. રાજવી ની બદલી બાદ ફરી ધમ ધોકારે દારૂના વેપારીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ બીજી બાજુ અચાનક જાબાઝ અધિકારીની બદલીના લીધે પ્રજામાં પણ પોલીસ પ્રત્યે રોશ જોવા મળી રહ્યો છે. રોશ ભરાયેલી પ્રજાને મનાવા દારૂ બંદીના નાટકો શરૂ કરી દેવામાં આવ્યા છે. માંડ માંડ પ્રજાનો ભરોસો જીતનાર મીઠાપુર પોલીસ આજે ફરી સંકાના દાયરામાં આવી છે.પીઆઇ કે.બી.રાજવી ની બદલી રોકાવવા મહિલા ઓથી કરીને અલગ અલગ સંસ્થાઓ,દરેક સમાજના લોકો વેપારીઓ, સરપંચ, આમ પ્રજા પ્રજા, પત્રકારો મિત્રો , આ દરેક લોકો દ્વારા ઉચ્ચઅધિકારીને લેખીત રજુઆતો કરીને મેદાને પડ્યા છે આ રજૂ આતો ને ટુંક સમયમાં કોઈ નિર્ણય નહી આવે અને પીઆઇ કે.બી.રાજવી ને ફરી પાછા મીઠાપુર મા મુકવામાં નહી આવેતો આગામી અનેક કાર્યક્રમોમા કરવામાં આવશે જેમાં જલદ આંદોલન કરવાના પુરાં મુળમાં છે હોય તેવુ હાલમા આમપ્રજામા ચર્ચાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર , સુરક્ષા દળોએ 3 આતંકીને ઘેર્યા
May 22, 2025 10:07 AMપતિ સામે પત્ની દુષ્કર્મનો કેસ ચલાવી શકે તેવી કોઈ જોગવાઈ નથી : દિલ્હી હાઈકોર્ટ
May 22, 2025 10:05 AMચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech