ગુજરાતમા અવારનવાર ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુ નિકળ્યાની ઘટનાઓ બની રહે છે. ત્યારે હવે નામાંકિત બ્રાન્ડની વસ્તુઓમાંથી પણ મરેલા જીવજંતુઓ નિકળી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરના મણિનગર વિસ્તારમાં એક મહિલાએ હેવમોર કંપનીનો કોન આઈસ્ક્રિમ ખરીદ્યો હતો. જેમાં ગરોળીની પૂંછડી નિકળતા મહિલાના હોંશ ઉડી ગયી હતા.
ફરિયાદ મળતા AMCના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના મણિનગરમાં રહેતી એક મહિલાએ મહાલક્ષ્મી કોર્નર પાર્લરમાંથી ખરીદેલા હેવમોર કંપનીનો કોન આઈસ્ક્રિમમાંથી ગરોળીની પૂંછડી નીકળી હોવા અંગેની ફરિયાદ AMCના ફૂડ વિભાગને મળી હતી. આથી ફૂડ વિભાગની ટીમે તપાસ કરી હતી. પાર્લર પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું. ફૂડની ટીમ દ્વારા નરોડા GIDC ખાતે હેવમોર કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે તપાસ કરવામાં આવી હતી. જે આઇસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હતી તેનો માલ બજારમાંથી પરત લેવા માટેની સૂચના આપવામાં આવી છે.
તાત્કાલિક ધોરણે પાર્લરને સીલ મારવામાં આવ્યું
ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીના જણાવ્યા મુજબ, શહેરના મણીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાના આઈસ્ક્રિમ કોનમાંથી ગરોળી નીકળી હોવા અંગેની ફરિયાદ મીડિયા મારફતે ધ્યાનમાં આવી હતી. તાત્કાલિક ધોરણે તેમનો સંપર્ક કરી જાણવા મળ્યું હતું કે, નગર રેલવે ક્રોસિંગ પાસે મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરમાંથી તેઓ દ્વારા હેવમોર કંપનીનો હેપ્પી કોન આઇસ્ક્રીમ ખરીદવામાં આવ્યો હતો. ટીમ દ્વારા પાર્લર ખાતે તપાસ કરવામાં આવી હતી જેથી જાણવા મળ્યું હતું કે, ફૂડ સેફટી એક્ટ અંતર્ગત લાઇસન્સ લેવામાં આવ્યું નથી. જેથી તાત્કાલિક ધોરણે તેઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
નોટિસ આપી રૂ. 50,000નો દંડ ફટકારવામાં આવ્યો
બીજી તરફ નરોડા GIDC ખાતે હેવમોર કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે. જેથી, ફૂડ વિભાગની ટીમ દ્વારા મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે લો ફેટ આઈસ્ક્રિમનું ઉત્પાદન ત્યાં કરવામાં આવતું હતું. જે બેચ નંબરના આઈસ્ક્રિમ કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી હોવાની ફરિયાદ મળી હતી. તેના બેચ નંબરના તમામ આઈસ્ક્રિમનો માલ બજારમાં રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને વેચવામાં આવ્યો હોય તેને તાત્કાલિક ધોરણે પરત લેવા માટેની નોટિસ આપી રૂ. 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech