તળાજામાં દુકાનમાંથી વિદેશી દા‚ના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

  • June 07, 2025 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજામાં એક દુકાનમાંથી એલસીબીએ વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ૩૭૬બોટલ  કિં.રૂ.૧,૦૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,તળાજા પોલીસ મથક  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, સંજય પંકજભાઇ ડાભી રહે.ધાર ઉપર, સરતાનપર રોડ, તળાજા જી.ભાવનગર તળાજા,સરતાનપર રોડ ઉપર આવેલ અમરદિપ કોમ્પ્લેકસની ગ્રાઉન્ડ ફલોર, દુકાન નંબર-૯૪માં બહારથી વિદેશી દારૂનો જથ્થો રાખી સગેવગે કરે છે. 
જે બાતમી આધારે રેઇડ કરી દુકાનમાંથી વિદેશી દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ બોટલો મળી આવતા  સંજય પંકજભાઇ ડાભી (ઉ.વ.૨૯ ધંધો-ખેતી રહે.ધાર ઉપર, સરતાનપર રોડ, તળાજા જી.ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી   ઙખ સ્પેશ્યલ રેર વ્હીસ્કી ૧૮૦ ખકની બોટલ નંગ-૧૮૬ કિ.રૂ.૪૧,૮૫૦,  ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૩૭૫ ખક બોટલ નંગ-૪૮ કિ.રૂ.૨૬,૪૦૦, ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૧૮૦ અને  ખક બોટલ નંગ-૧૪૨ કિ.રૂ.૩૧,૯૫૦ મળી કુલ રૂ.૧,૦૦,૨૦૦નો મુદ્દામાલનો કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા,એજાજખાન પઠાણ તેમજ  માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application