જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પોલીસ સ્ટેશન આવતા તમામ અરજદારોને રુબરુ રજુઆતો સાંભળી તેઓના પ્રશ્ર્નોના તાત્કાલીક હલ કરવા ુચના કરેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ, સીટી-સી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા તથા પીઆઇ જે.વી. ચૌધરી પોલીસ સ્ટેશનમાં હતા તે દરમ્યાન અરજદાર કાંતીભાઇ ખીમસુર્યા રહે. હનુમાન ટેકરી એ આવી રજુઆાત કરી હતી.
તેઓનો ૧૩ વર્ષના દિકરાને સવારે ૮-૩૦ ગણપતનગર આરવ બિલ્ડીંગ સામે આવેલ સરકારી સ્કુલે મુકી ગયેલ હોય અને બપોરે ૧૧-૩૦ વાગ્યે સ્કુલે તમામ બાળકો છુટી જવા છતા તેમના દિકરા સ્કુલેથી ઘરે પરત ન આવેલ હોય જેથી તેઓએ પોતે સ્કુલે તેમ લતામા આજુબાના વિસ્તારમાં પુછપરછ કરી હતી.
જેથી અરજદારની રજુઆતને ગંભીરતાથી લઇ પ્રો પીએસઆઇ કે.એસ. માણીયા તથા સ્ટાફના ડી.પી. ચુડાસમા, પીએસઆઇ એન. જે. રાવલ સાથે અલગ અલગ ટીમ બનાવી બાળકને શોધી કાઢવા માટે બાળક સાથે અભ્યાસ કરતા બાળકો જે જગ્યાએ રમવા બેસવા જતો આવતો હોય તે જગ્યાએ ચેક કરી અરજદારના દીકરાને બેડી બંદર રીંગ રોડ, ન્યારા પેટ્રોલ પંપ સામે હોટલ પાસે આવેલ નિલકંઠ પાર્કની સામે હનુમાન મંદિરના ઓટલા પાસેથી શોધી તેઓા માતા પિતાની સાથે મિલાપ કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech