શહેરી દૂર નવા કોર્ટ બિલ્ડિંગમાં પ્રામિક આરોગ્ય કેન્દ્ર ખૂબ જરૂરી
શહેરી દૂર નવા કોર્ટ બિલ્ડિંગમાં પ્રામિક આરોગ્ય કેન્દ્ર ખૂબ જરૂરી
May 02, 2026 08:57 PM
રાજકોટમાં છેક જામનગર રોડ ઉપર શહેરની ભાગોળે આવેલા છ માળના નવા કોર્ટ બિલ્ડિંગમાં બેસતી ટ્રાયલ અને સેશન્સ સહિતની ૪૫ જેટલી અદાલતો કાર્યરત હોય ત્યારે વકીલો, સ્ટાફ તેમજ અસીલો, પક્ષકારોને ઉભી તી આકસ્મિક માંદગીના સંજોગોમાં તાત્કાલિક તબીબી સહાય માટે નવા કોર્ટ બિલ્ડિંગ ખાતે પ્રામિક આરોગ્ય કેન્દ્ર તાત્કાલિક ધોરણે શરૂ કરવા રાજકોટ બાર એસોસિયેશન દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, યુનિટ જજ તેમજ ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ બાર એસો. દ્વારા વિવિધ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ રાજકોટમાં જિલ્લા અને વિવિધ સિવિલ તેમજ જેએમએફસી સહિતની ૪૫ જેટલી અદાલતો જામનગર નેશનલ હાઈવે ઉપર શહેર સિવિલ હોસ્પિટલી ખૂબ જ દૂર નવા કોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત છે ત્યારે, કોર્ટમાં પક્ષકારો, વકીલો અને સ્ટાફની આરોગ્યની જાળવણી માટે કોર્ટ બિલ્ડીંગમાં જ સવારે ૧૦ ી સાંજે છ સુધી ફુલ ટાઈમ તબીબ સોનું પ્રામિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા ખાસ રજૂઆત કરવામાં આવી છે. તેમજ શહેરી અતિ દૂર આવેલા નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલો વકીલો તેમજ સ્ટાફને કોઈ શારીરિક તબીબી તકલીફના સંજોગોમાં તાત્કાલિક ઘનિષ્ઠ સારવાર હેઠળ ખસેડવા માટે કાયમી ધોરણે ૧૦૮ ઇમરજન્સીની સુવિધા કોર્ટ કમ્પાઉન્ડમાં ઉભી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે...