ધ્રોલના ખાખરા ગામ પાસે કારમાંથી શરાબનો જથ્થો ઝબ્બે

  • November 08, 2025 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલ તાલુકાના ખાખરા ગામ જવાના રસ્તે ઇંગ્લીશ દારૂની ૧૧૨ બોટલ અને કાર મળી ૪.૫૦ લાખના મુદામાલ સાથે એક શખ્સને પકડી લીધો હતો, જયારે લાલપુરના ગજણા ગામે દારૂની ૨૦ બોટલ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ધ્રોલ પંથકમાંથી શરાબનો જંગી જથ્થો મળી આવ્યો હતો.


જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ દારૂ-જુગારની બદી નાબુદ કરવા સુચના કરતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ કાંટલીયા, પીએસઆઇ મોરી અને સ્ટાફ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન એલસીબીના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ, કાસમભાઇને મળેલ બાતમી આધારે ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયાથી ખાખરા તરફના રોડ પર નર્સરી પાસેથી જામનગરના રામેશ્ર્વરનગર-શાંતીનગર શેરી નં. ૬માં રહેતા રવિરાજસિંહ દાદુભા ચૌહાણ નામના શખ્સને એસયુવી કાર નં. જીજે૧૨સીજી-૭૧૬૦ લઇને નીકળતા આંતરીને ઇંગ્લીશ દારૂની ૧૧૨ બોટલ કિ. ૧.૪૫.૬૦૦ તથા એક મોબાઇલ મળી કુલ ૪.૫૦.૬૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો.


તપાસ દરમ્યાન આ દારૂ મંગાવનાર ખાખરા ગામના મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજા તથા દારૂ સપ્લાય કરનાર સુરેન્દ્રનગરના સાયલાના ભાભલુભાઇ કાઠીના નામ ખુલ્યા હતા જે બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે અને ત્રણેયની સામે પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.


આ ઉપરાંત લાલપુરના ગજણા ગામમાં રહેતા ખોડા કરશનભાઇ ઝાપડા નામના શખ્સે વાડીએ ઇંગ્લીશ દારૂ રાખ્યો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૨૦ બોટલ સાથે તેને પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News