ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દેશી દારુનો તોતિંગ જથ્થો ઝડપાયો

  • April 14, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬.૨૧ લાખના મુદ્દામાલ સાથે રાણાવાવનો શખ્સ ઝબ્બે

ખંભાળિયા વિસ્તારમાં એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલસીબી વિભાગના એ.એસ.આઈ. મશરીભાઈ ભરવાડીયા, લાખાભાઈ પિંડારિયા અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલી બજરંગ બાગ સોસાયટી પાસેથી પસાર થતી જીજે ૦૬ એલ.કે. ૯૮૭૧ નંબરની સફેદ કલરની ક્રેટા મોટરકારને અટકાવી, ચેકિંગ કરવામાં આવતા આ કારમાંથી ૬૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે ૧.૨૦ લાખની કિંમતના દેશી દારૂ, પાંચ લાખની કિંમતની ક્રેટા મોટર કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ૬,૨૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં રહેતા પોપટ ધૂલા કટારા નામના શખ્સની અટકાયત કરી, તેની સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.આઈ. એ.એલ. બારસીયા અને બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application