84 બોટલ સાથે જામનગરનો શખ્સ ઝબ્બે
ખંભાળિયામાં ડીવાયએસપી કચેરીારેના સ્ટાફ દ્વારા શનિવારે ચેકિંગ કાર્યવાહી દરમિયાન જામનગરના શખ્સને મુસાફર રિક્ષામાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેમના પર્સનલ સ્ટાફના એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા અને સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા વિસ્તારમાંથી પસાર થતાં જી.જે. 10 ટી.ઝેડ. 4103 નંબરના એક મેક્સિમા સી.એન.જી. ઓટો રીક્ષાને અટકાવી તેમાં ચેકિંગ કરવામાં આવતા આ રિક્ષામાં પાછળના ભાગે ટેપના સ્પીકરમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ખાનામાં તપાસ કરતા તેમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂની બાટલીઓ મળી આવી હતી.
આથી આ સમગ્ર પ્રકરણમાં પોલીસે 43,296 ની કિંમતની વિદેશી દારૂની 84 બોટલ તેમજ રૂપિયા 1.60 લાખની કિંમતના ઓટો રીક્ષા મળી કુલ રૂપિયા 203,296 નો મુદ્દામાલ કબજે કરી આ પ્રકરણમાં જામનગરમાં યાદવનગર વિસ્તારમાં રહેતા પિયુષ ગોવિંદભાઈ ડેર નામના 26 વર્ષના શખ્સની અટકાયત કરી લેવામાં આવી હતી. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ ટીમના એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા અને ભાવિનભાઈ સચદેવ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech