પોરબંદર નજીકના બરડા ડુંગરમાં વન વિભાગ દ્વારા પેશકદમી ગણાવીને હજારો આંબાના વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે અને તેનો ચારે બાજુથી વિરોધ વંટોળ ઉઠ્યો છે ત્યારે એક અરજદારે આ મુદ્દે કોર્ટના દ્વાર ખટખટાવીને સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે અને ૨૭મી તારીખે વન વિભાગના અધિકારીઓને હાજર થવા જણાવવામાં આવ્યું છે.
ભારત સરકાર તથા ગુજરાત સરકાર વૃક્ષો વાવવા માટે અને પર્યાવરણ બચાવવા માટે અબજોે પીયાનો ખર્ચ કરે છે અને અનેક સામાજીક સંસ્થાઓ પણ વૃક્ષો વાવવાની મોટા પાયે ઝુંબેશ ચલાવે છે અને પોરબંદરમાં પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે એટલુ જ નહીં ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ વૃક્ષો વાવવા માટે મફત રોપાઓ આપે છે પરંતુ, પોરબંદર પંથકમાં તેનાથી વિરૂધ્ધ રીતે બરડાના વન વિભાગના કર્મચારીઓ બરડા ડુંગરમાં વસવાટ કરતા લોકોએ જે આંબાઓ ઉછેરેલ છે તેને કાપી નાખેલ હોવાનો વીડીયો વાયરલ થયેલો હોય અને તે રીતે જેની વૃક્ષો વાવવાની અને ઉજેરવાની જવાબદારી છે તે વન વિભાગ દ્રારા જ આંબાના વૃક્ષો કાપી નાખતા હોય છે ત્યારે પોરબંદરના માનવતાવાદી એડવોકેટ ભરતભાઈ લાખાણી દારા કોર્ટમાં દાવો દાખલ કરેલ છે.
બરડા ડુંગરના સાજણવારા નેશમાં વસવાટ કરતા કાના પોલા રાડા કે જેઓએ પણ બરડા ડુંગરમાં ૧૫૦ કરતા વધારે આંબાઓ અને ૧૦૦ કરતા વધારે નાળીયેરી તથા ૫૦ કરતા વધારે અન્ય વૃક્ષો વાવેલા હોય, ઉજેરેલા હોય અને તેઓ પાંચ પેઢીથી આ જ જગ્યામાં વસવાટ કરતા હોય પરંતુ, હવે પેશકદમી હટાવવાના બહાના નીચે વનવિભાગ દ્વારા નોટીસો આપતા અને વૃક્ષો કાપી નાખવાની ધમકી આપતા અને તેથી જ તાત્કાલીક પર્યાવરણ બચાવવા અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે થઈને જ વન વિભાગ વૃક્ષો ન કાપે તેવા હેતુથી પોરબંદરની કોર્ટમાં દાવો દાખલ કરેલ છે અને હાલ સીવીલ વેકેશન હોવા છતાં પ્રિન્સી. સીનીયર સીવીલ જજ શાહ દ્વારા કેસની ગંભીરતા ધ્યાને લઈ દાવો દાખલ કરી તા.૨૭/૦૫/૨૦૨૫નાં રોજ વન વિભાગના અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા માટે નોટીસ કાઢેલી છે અને તે રીતે કાયદા મુજબ વન વિભાગે વૃક્ષો વાવવાના છે અને તેને બચાવવાનુ કામ કરવાનુ છે તેને બદલે વન વિભાગ વૃક્ષો કાપવાની પ્રવૃતિ કરતા હોય અને તેથી લોકજાગૃતિ લાવી તથા રાજકીય આગેવાનોએ પણ આ સબંધે હસ્તાક્ષેપ કરી વન વિભાગ વૃક્ષો ન કાપે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની જર છે.
આ કામમાં વનવિભાગ સામે ગંભીર આક્ષેપો કરી કાના પોલાની જમીન બચાવવા અને વૃક્ષો બચાવવા પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech