વિશ્વ આખું ભયંકર આર્થિક સંકટની દિશામાં આગળ વધી રહ્યું હોવાની ચેતવણી રોકાણ નિષ્ણાત રોબર્ટ કિયોસાકીએ ઉચ્ચારી છે. કિયોસાકી માને છે કે આ નાણાકીય કટોકટી કોઈ નવી ઘટના નથી. તેના મૂળ 1971માં છે, જ્યારે તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ગોલ્ડ સ્ટાન્ડર્ડમાંથી ડોલરને દૂર કર્યો હતો.નાણાકીય કટોકટીની સુનામી આવી રહી હોવાની આગાહી કરી તેમણે ઉમેર્યું હતું કે જયારે કેન્દ્રીય બેંકો પોતે જ ડૂબી જશે, તો તમને કોણ બચાવશે?
'રિચ ડેડ પુઅર ડેડ' ના પ્રખ્યાત લેખક અને રોકાણ નિષ્ણાત રોબર્ટ કિયોસાકીએ વૈશ્વિક નાણાકીય કટોકટી વિશે મોટી ચેતવણી આપી છે. તેમનો દાવો છે કે દુનિયા એક ઊંડા આર્થિક સંકટ તરફ આગળ વધી રહી છે અને આ વખતે કદાચ કેન્દ્રીય બેંકો પણ પોતાને બચાવી શકશે નહીં.કિયોસાકીએ કહ્યું હતું કે જ્યારે 1998માંએક મોટું હેજ ફંડ બરબાદ થયું, ત્યારે વોલ સ્ટ્રીટે તેને બચાવી લીધું. પછી જ્યારે વોલ સ્ટ્રીટ તૂટી પડ્યું, ત્યારે કેન્દ્રીય બેંકોએ તેને ટેકો આપ્યો. પણ હવે પ્રશ્ન એ છે કે, "જ્યારે કેન્દ્રીય બેંકો પોતે જ ડૂબી જશે, ત્યારે તેમને કોણ બચાવશે?
કટોકટી 1971માં શરૂ થઈ
કિયોસાકી માને છે કે આ નાણાકીય કટોકટી કોઈ નવી ઘટના નથી. તેના મૂળ 1971માં છે, જ્યારે તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ગોલ્ડ સ્ટાન્ડર્ડમાંથી ડોલરને દૂર કર્યો હતો. તેમણે કહ્યું, "જ્યારે પણ આર્થિક કટોકટી આવે છે, ત્યારે વાસ્તવિક સમસ્યા ક્યારેય હલ થતી નથી, તેથી દરેક આગામી કટોકટી પાછલા એક કરતા મોટી હોય છે.
વિદ્યાર્થી લોન કટોકટી આંચકો આપે તેવી શક્યતા
કિયોસાકીએ, જીમ રિકાર્ડ્સને ટાંકીને કહ્યું કે આગામી કટોકટી 1.6 ટ્રિલિયન ડોલર વિદ્યાર્થી લોન ડિફોલ્ટથી શરૂ થઈ શકે છે. તેણે કહ્યું, "હવે તમારે પોતાને બચાવવું પડશે. બીજું કોઈ આવશે નહીં.
વાસ્તવિક સંપત્તિથી દૂર રહેવા સુચન
કિયોસાકીએ વારંવાર ચેતવણી આપી હતી કે કાગળની નોટો પર વિશ્વાસ કરવો મૂર્ખામી છે. તેમણે પોતાના પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ' ને ટાંકીને કેટલીક વાતોનું પુનરાવર્તન કર્યું. જેમ કે- "ધનવાન લોકો પૈસા માટે કામ કરતા નથી. જે લોકો ફક્ત બચત કરે છે તે હારનારા હોય છે.
સોના, ચાંદી અને બિટકોઈનમાં રોકાણ ફાયદો કરશે
કિયોસાકીએ લોકોને સલાહ આપી કે "સોના, ચાંદી અને બિટકોઇન જેવી વાસ્તવિક સંપત્તિમાં રોકાણ કરો, ઇટીએફ જેવી નકલી વસ્તુઓમાં નહીં." તેમનું કહેવું છે કે 2012ના પુસ્તક 'રિચ ડેડ્સ પ્રોફેસી'માં જે આર્થિક સંકટની આગાહી કરવામાં આવી હતી તે હવે શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે બેંકોને કોઈ બચાવી શકતું નથી, તો તમને કોણ બચાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech