બાઈક ચાલક યુવાનનો ભોગ લેવાયો: અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક ચાલક યુવાનને ફાયર બ્રિગેડની ટુકડીએ ભારે જહમત બાદ ટ્રકની બોડી નીચેથી બહાર કાઢ્યો
જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર નવા મોખાણા ગામના પાટીયા પાસે બે ટ્રક અને એક બાઈક વચ્ચે ગઈ રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં મોખાણા ગામના બાઈક ચાલક યુવાનનું બંને ટ્રકની બોડી વચ્ચે ચગદાઈ જતાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ફાયર બ્રિગેડ ની ટીમે ભારે જહેમત લઈને યુવાનને ટ્રકની બોડીની નીચેથી બહાર કાઢ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર મોખાણા ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રિના સવા દસેક વાગ્યાના અરસામાં જીજે ૧૨ બી.વાય.૭૮૩૭ નંબરનો ટ્રક ટેલર તેમજ જીજે -૧૨ એ.ટી. ૯૩૩૧ નંબરના અન્ય ટ્રક ટેલર અને એક બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
જેમાં નવા મોખાણા ગામના જયેશભાઈ અમુભાઈ સીયાર નામના બાઇક ચાલક યુવાન ને ગંભીર ઇજા થઈ હતી, અને ટ્રકની બોડી નીચે ફસાયો હતો.
આ અકસ્માતના બનાવ બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, અને ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. જે સ્ટાફ તુરતજ ત્યાં પહોંચી ગયો હતો, અને મહા મહેનતે ઇજાગ્રસ્ત યુવાન જયેશ અમુભાઈ શિયાળને બહાર કાઢીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હોવાનું જાહેર કરાયું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક ના ભાઈ સંજય અમુભાઈ શિયારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જીજે ૧૨ વી.વાય. ૭૮૩૭ નંબરના ટ્રક ટ્રેલર ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મોડી રાત્રે ભારે જહેમત લઈને માર્ગ પરથી વાહનોને ખસેડાવ્યા પછી વાહન વ્યવહાર ને પૂર્વવત બનાવ્યો હતો.
આ અકસ્માતને લઈને હાઈવે રોડ પર નો એક તરફનો વાહન વ્યવહાર બંધ થયો હોવાથી રોડની બીજી તરફ વાહનોના થપ્પા લાગ્યા હતા, અને પોલીસને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવવા માટે ભારે જહેમત કરવી પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech