સિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો

  • May 16, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
સિકકામાં હોટલ પાસે બેઠેલા એક યુવાનને ઢીકાપાટુનો માર મારી ધોકા વડે પગમાં ફ્રેકચર કર્યાની ૩ ઇસમ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.

જામનગર તાબેના સિકકા ગામના મેપાણીવાસમાં રહેતા અસગર ઇસાભાઇ મેપાણી (ઉ.વ.૩૮) નામનો શ્રમિક યુવાન બે દિવસ પહેલા જાનકી હોટલ પાસે બેઠો હતો ત્યારે કાસમ ત્યાં આવ્યો હતો અને અપશબ્દો કહી અહીંથી ચાલ્યો જા આથી ફરીયાદીએ અમે તમને કયાં નડીએ છીએ તેમ કહયુ હતું. જીભાજોડી કરવા લાગેલ દરમ્યાન અન્ય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને બોલાચાલી કરીને અસગરને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ એક આરોપીએ ધોકા વડે સાથળના ભાગે હુમલો કરી ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી.

આ બનાવ અંગે અસગરભાઇ દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં સિકકા ગામના કાસમ દલ, રીયાઝ દલ તથા હશન દલ નામના ૩ ઇસમ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application