બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓના મુદ્દે હસ્તક્ષેપ કરીને, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવીને, કડક પગલાં ભરીને બાંગ્લાદેશના હિંદુઓને તાત્કાલિક સુરક્ષા આપવા બાબતે ગઈકાલે સોમવારે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
હિંદુઓએ હંમેશા "વસુધૈવ કુટુમ્બકમ" નો સંદેશો આપીને સમગ્ર પૃથ્વીને જ પોતાનો પરિવાર ગણ્યો છે. પરંતુ આવા શાંતિપ્રિય હિંદુઓ ઉપર બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. સામાન્ય હિંદુ પરિવારોની સાથે સાથે પવિત્ર મંદિરો અને સાધુ-સંતો ઉપર પણ હુમલાઓ થઈ રહ્યા છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા આવા અમાનુષી અત્યાચારને કારણે સમગ્ર વિશ્વના હિંદુઓ તો ચિંતિત છે જ, પણ સાથે સાથે સમગ્ર વિશ્વના તમામ શાંતિપ્રિય લોકો પણ દુઃખી અને ચિંતિત બન્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા આ હિંદુ પરિવારોને હિંદુ બહુમતી ધરાવતા ભારત દેશ પાસેથી ખુબ જ આશાઓ છે.
આને અનુલક્ષીને સોમવારે ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકારને સંબોધીને જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં સરકારને વિનંતી કરી, આક્રોશ વ્યક્ત કરીને આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવવામાં આવે અને કડકમાં કડક પગલાં લઈને બાંગ્લાદેશના હિંદુ પરિવારો, સાધુ-સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech