દરેડમાંથી ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ

  • April 29, 2024 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ


જામનગર નજીક દરેડમાં રહેતા શ્રમિક પરિવારની ૧૪ વર્ષિય પુત્રી તેણીના ઘેરથી એકાએક ગાયબ થઈ હતી, અને તેણી નું અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.


મૂળ ઉત્તર પ્રદેશના વતની અને જામનગર નજીક દરેડ વિસ્તારમાં ઓરડી ભાડે રાખીને રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની ૧૪ વર્ષ અને ત્રણ મહિનાની ઉંમરની સગીર વયની પુત્રીનું ગઈકાલે તેણીના ઘેરથી અપહરણ થઈ ગયું હતું.

જેથી આ મામલે પંચકોષી બી. ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી, અને પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુન્હો નોંધ્યો છે, અને ગુમ થનાર સગીરાનો પત્તો મેળવવા માટે તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application