જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં જીરૂ, ધાણા, રાયડો વગેરેની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ગઈકાલે માર્કેટ યાર્ડમાં 1456 ખેડૂતો વિવિધ જણસીનો જથ્થો લઈને આવ્યા હતાં.
હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક સારા પ્રમાણમાં થઈ રહી છે. ગઈકાલે રાયડાની 836 ગુણી એટલે કે 2090 મણની આવક થવા પામી હતી અને ભાવ રૂ. 950 થી 1043 નો પ્રતિ મણનો રહ્યો હતો. જયારે જીરૂની 3551 ગુણી એટલે કે 10653 મણની આવક થઈ હતી જેના ભાવ રૂ. 3200 થી 4005 નો બોલાયો હતો. ધાણાની 4671 ગુણી એટલે કે 9342 મણની આવક થવા પામી હતી જેનો ભાવ રૂ. 900 થી 1725 નો રહ્યો હતો. આ ઉપરાંત અન્ય વિવિધ જણસીઓની આવક થવા પામી હતી, કુલ 1456 ખેડૂતો યાર્ડમાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech