દંપતી અને તેના પુત્રને નાની-મોટી ઇજા : એમ્બ્યુલન્સ ચાલક સામે રાવ
જામજોધપુર તાલુકાના નંદાણા ગામ પાસે પશુ સારવારની એમ્બ્યુલન્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણેયને ઇજા થઈ છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા અને વાણંદ કામ કરતા મયુરભાઈ મનસુખભાઈ ગાલોરીયા (ઉ.વ.39) ગત તા. 26ના પોતાનું બાઈક નં. જીજે10સીએલ-2324 લઈને તેમાં પોતાના પત્ની દક્ષાબેન અને પુત્ર ફેનીલને બેસાડીને નંદાણા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન પુરપાટ ઝડપે આવેલી પશુની સારવાર માટેની જી.જે.18 જી.બી. 8502 નંબરની એમ્બ્યુલન્સના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વાણંદ દપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણેયને નાની મોટી ઈજા થઈ હતી. આ અકસ્માતના બનાવ અંગે મયુરભાઈ ગાલોરીયાએ પશુ સારવાર માટેની એમ્બ્યુલન્સના ચાલક સામે શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસની થઈ ઉજવણી
May 15, 2025 10:17 AMમગનો ભાવ પ્રતિ ક્વિન્ટલ બજાર ભાવ કરતા રૂ. 1910 વધુ જાહેર કરતી સરકાર
May 15, 2025 10:13 AMમુકેશ અંબાણી અને ટ્રમ્પ આજે સાથે ડિનર લેશે
May 15, 2025 10:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech