જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં એક આરોપીને અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબના દંડનો આદેશ કર્યો છે.
જામનગરના ફિરોજ વલીમામદ ચૌહાણ પાસેથી તેમના મિત્ર અરબાઝ અબ્બાસભાઈ દ્વારા રૂપિયા ૯૦ હજારની રકમ હાથ ઊછીને લેવામાં આવી હતી. જેની પરત ચુકવણી માટે અરબાદભાઈ દ્વારા ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક બેંકમાંથી પરત ભરતા ફિરોજભાઈ ચૌહાણ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ ચાલી જતા તમામ દલીલો સાંભળ્યા બાદ અદાલતે આરોપી અર્બાદભાઈ ને એક વર્ષની સજા અને ચેક ની રકમ મુજબનો દંડ અને દંડની રકમ ભરપાઈના કરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી તરફે વકીલ નયન કનખરા અને કપિલ વસિયર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech