ગેસના બાટલા સહિત 17 હજારની સામગ્રી કબ્જે લેતી પોલીસ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચિરાગભાઈ ભગવાનજીભાઈ કાનાણી નામના 37 વર્ષના યુવાન દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાંધણ ગેસ ભરેલા બાટલામાં રહેલો ગેસ ખાલી કરીને અન્ય બાટલામાં રિફિલિંગ કરી, અને તેનું અનઅધિકૃત રીતે વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે.
જોખમી રીતે તેમજ કોઈપણ પ્રકારના સલામતીના સાધનો વગર અહીં થતી આ પ્રવૃત્તિ સામે એસ.ઓ.જી. પોલીસે કડક કાર્યવાહી કરી, આ સ્થળેથી પાંચ જેટલા ગેસ સિલિન્ડર ઉપરાંત ઈલેક્ટ્રીક મોટર, રબરની પાઇપ, રેગ્યુલેટર, લોખંડની નોઝલ વિગેરે મળી કુલ રૂપિયા 17,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. ભીખાભાઈ ગાગીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચિરાગભાઈ કાનાણી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 287 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMમહુવામાં જર્જરિત મારુતિ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી
May 19, 2025 04:50 PMલોકભારતી સણોસરા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની પાંચ દિવસીય તાલીમ સંપન્ન
May 19, 2025 04:46 PMજેતપુરમાં દારૂના ધંધાર્થી યુવાનનું અજાણ્યા શખસોએ બોથડ પદાર્થના ઘા ફટકારી ઢીમ ઢાળી દીધું
May 19, 2025 04:42 PMવડવા પાદર દેવકીમાં હથીયારો સાથે શખ્સોએ મચાવ્યો આંતક
May 19, 2025 04:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech