પોરબંદરના જુદા જુદા ગામમાં ટ્રાફિક નિયમનો ભંગ કરીને ગેરકાયદેસર લાઇટ મ્યુઝિક હોર્ન ફીટ કરાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ટ્રાફિક શાખાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ કુતિયાણા રાણાવાવ બગવદર માધવપુર વિગેરે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બુલેટોમાં ગેરકાયદેસર સાઇલેન્સર તેમજ મ્યુઝિક હોર્ન ફીટ કરાવેલ ૬ બુલેરો ડીટેઇન કરવામાં આવેલ તેમજ ફોરવ્હીલ વાહનોમાં બ્લેક ફિલ્મો દૂર કરવામાં આવેલ તેમજ વાહનોમાં ગેરકાયદેસર એલ.ઇ.ડી. લાઇટો દૂર કરવામાં આવેલ તેમજ રોંગ સાઈડ આવતા વાહનો વિદ્ધ કાયદેસર કેસો કરી ધોરણસર ધાક બેસાડતી અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ.આ કામગીરી માં પી.એસ.આઇ એસ.આર. જાડેજા તેમજ એ.એસ.આઈ. બી.કે ઝાલા તથા કે. બી પરમાર સંજયભાઈ દુર્ગાઈ ટી.આર.બી જવાન કુલદીપભાઈ તથા રમેશભાઈ ડ્રાઇવર મયુરભાઈ તથા ભાવેશભાઈ સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech