અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મફતમાં મળી રહે તે માટે સરકારે આદર્શ નિવાસી શાળાની સ્થાપના કરી છે ગુજરાતમાં આવી 25 સ્કુલ છે અને તેમાં આજથી ઓનલાઇન એડમિશન ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી શાળાઓમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થી ઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની અંતિમ તારીખ 31 મે નક્કી કરવામાં આવી છે.
નવા વિદ્યાર્થીઓને ખાલી પડેલી જગ્યા મુજબ એડમિશન આપવામાં આવશે
આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મફતમાં પ્રવેશ આપવાની સાથો સાથ ભોજન રહેણાંક શિક્ષણ ગણવેશ બુટમોજા સ્ટેશનરી સહિત ચીજ વસ્તુઓ પણ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે છે. આ શાળામાં અત્યારે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ નવેસરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આવા જૂના વિદ્યાર્થીઓને એડમિશનમાં પ્રાયોરિટી આપવામાં આવશે અને ત્યારબાદ નવા વિદ્યાર્થીઓને ખાલી પડેલી જગ્યા મુજબ એડમિશન આપવામાં આવશે. પ્રવેશ માટે ઓછામાં ઓછા ૫૦ ટકા ની પાત્રતા નક્કી કરવામાં આવી છે.
ધોરણ 11 માં પ્રવેશ માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે
આ ઉપરાંત વિદ્યાર્થીઓના કિસ્સામાં તેના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ. જ્યારે વિદ્યાર્થીનીઓના એડમિશનના કિસ્સામાં પરિવારની આવક ગણતરીમાં લેવામાં આવતી નથી. ધોરણ નવ થી 12 માં એડમિશન ની પ્રોસેસ આજથી શરૂ કરવામાં આવી છે પરંતુ ધોરણ 10 નું પરિણામ જાહેર થયા પછી તેની માર્કશીટ મળયે ધોરણ 11 માં પ્રવેશ માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે.
ધોરણ 9 થી 12 માં વિજ્ઞાન પ્રવાહની સ્કૂલો ક્યાં આવેલી છે
ધોરણ 9 થી 12 માં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર, કેશોદ, રાજકોટ, ભાવનગર, પાલનપુર, સુરત, ઇડર, મહેસાણા અને વઢવાણ તાલુકાના ખમીરાણા ગામે સ્કૂલો આવેલી છે, જ્યારે કન્યાઓ માટે એકમાત્ર બરોડામાં આવી સ્કૂલ છે.
પ્રમાણપત્રોની રૂબરૂ ચકાસણી માટે મેસેજ મોકલીને બોલાવવામાં આવશે
ધોરણ 9 થી 12 ના સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ માટે અમરેલી જામનગર પાટણ અને પોરબંદરમાં આદર્શ નિવાસી શાળાઓ છે. જ્યારે કન્યાઓ માટે જુનાગઢ રાજકોટ પોરબંદર અમદાવાદ ગાંધીનગર પાલનપુર વલ્લભ વિદ્યાનગર સુરત અમરેલી મોડાસા અને અરવલ્લીમાં આદર્શ નિવાસી શાળાઓ છે. ઓનલાઇન અરજી કર્યા પછી જે વિદ્યાર્થી પ્રવેશને માટે પાત્ર જણાશે તેમને પ્રમાણપત્રોની રૂબરૂ ચકાસણી માટે મેસેજ મોકલીને બોલાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમેદસ્વિતા ક્લિનિકનો દોઢ મહિનામાં ૬૦૦ જેટલા દર્દીઓએ લીધો લાભ
May 01, 2025 03:20 PMભારતની દરિયાદિલી: પાકિસ્તાની નાગરિકોની વાપસીની સમયમર્યાદા લંબાવવામાં આવી
May 01, 2025 03:19 PMરાજકોટમાં ડેરી ફાર્મની દુકાનો દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા બે વધારશે
May 01, 2025 03:11 PMઆતંકીઓએ પાક. હથિયારોથી ગોળીબાર કર્યો'તો હુમલાની એનઆઈએની એફઆઈઆરમાં ખુલાસો
May 01, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech