જામનગર જિલ્લાના છુટક અને જથ્થાબંધ માછલીના વેપારીઓ માટે જાહેરનામું બહાર પડાયું
ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો- 2003 અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ- 2003 ની કલમ- 6 (8) (ઘ) મુજબ જામનગર જિલ્લાના તમામ છુટક, જથ્થાબંધ માછલીના વેપારીઓ, મત્સ્યબીજના જથ્થાબંધ કે છુટક વેપારીઓ જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારી પાસેથી લાયસન્સ મેળવ્યા સિવાય આ કામ કરી શકશે નહીં.
તેથી અત્રેની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં માછલી વેચાણ કરતા તમામ છુટક કે જથ્થાબંધ વેપારીઓને માછલી વેચાણ માટેના લાયસન્સ મેળવી લેવા માટે જણાવવામાં આવે છે. તેમજ કલમ- 7 (26), (27) અને (28) મુજબ કોઈપણ પ્રોસેસિંગ પ્લાન્ટનો કોઈપણ માલિક કે કોઈ વેપારી ઓછા કદની માછલી ખરીદી શકશે નહીં. તેમજ કોઈપણ વ્યક્તિ માલ ઉતારવાના સ્થળથી, બજાર અથવા પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી ઓછા કદની માછલીની હેરફેર કરી શકસે નહીં.
આ ઉપરાંત, મત્સ્યોદ્યોગ નિયામક, ગાંધીનગરના પરિપત્ર અનુસાર જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તારીખ 31 જૂલાઈ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં થતી માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી મંજૂરી ધરાવતા કે મંજૂરી ના ધરાવતા કોઈપણ વેપારી આ સમયગાળા દરમિયાન માછલીનું વેચાણ કરી શકશે નહીં. તેમજ કોઈપણ બોટ દ્વારા ગેરકાયદેસર રીતે પકડેલી માછલી ખરીદી શકશે નહીં.
ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો- 2003 અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ- 2003 ના અમલીકરણ માટે નિયુક્ત કરવામાં આવેલા કોઈપણ અધિકારીશ્રી માર્ગ, રેલવે દ્વારા અથવા બીજી કોઈપણ રીતે હેરફેર કરવામાં આવતા મત્સ્યબીજ, માછલી કે રવાના કરાયેલ માછલીના માલની વિશ્વાસપાત્રતા ચકાસવા માટે ચેકીંગ હાથ ધરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationનાગેશ્વર-ગોપી તળાવ, શિવરાજપુર બીચમાં ટુરીસ્ટોની પાંખી હાજરી
May 17, 2025 10:59 AMરાજકોટ : કેસરી પુલ પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી
May 17, 2025 10:56 AMદ્વારકાના હેડ કોન્સ્ટેબલની પ્રામાણીકતા
May 17, 2025 10:56 AMરાજકોટ : વગડ ચોકડીએ અક્સ્માત થતા કાર પલટી મારી ગઈ
May 17, 2025 10:54 AMસાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
May 17, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech