સુપરહિટ તેલુગુ ફિલ્મ 'હનુ-મેન'ના નિર્દેશક પ્રશાંત વર્માની આગામી પૌરાણિક ફિલ્મ 'મહાકાળી'માંથી અક્ષય ખન્નાના શુક્રાચાર્યના પાત્રની પ્રથમ ઝલક (ટીઝર) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે અને અક્ષયનો આ રૌદ્ર અને ગંભીર લુક જોઈને ફેન્સના રોમાંચનો પાર રહ્યો નથી.મનોરંજન જગતમાંથી મળતા અહેવાલો મુજબ, અક્ષય ખન્નાનો આ શુક્રાચાર્ય અવતાર માત્ર 'મહાકાળી' પૂરતો સીમિત નહીં રહે.આગામી સમયમાં આવનારી વધુ બે મોટા બજેટની પૌરાણિક ફિલ્મો 'જય હનુમાન' અને 'અધીરા માં પણ અક્ષય ખન્ના જ 'ગુરુ શુક્રાચાર્ય' તરીકે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.સિનેમાપ્રેમીઓ માટે મેકર્સે રિલીઝ ડેટની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અક્ષય ખન્ના અને પ્રશાંત વર્માની આ બહુપ્રતિક્ષિત ફિલ્મ 'મહાકાળી' ૨૦૨૭ ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરક્ષાબંધને બહેનો બીઆરટીએસ અને સિટી બસમાં દિવસભર મફત મુસાફરી કરી શકશે
August 25, 2026 03:54 PMગ્રાન્ડ રિજન્સી, કાઠિયાવાડી જલ્સા, પિઝા ગેલેરીયા, રિયલ અર્બન ડેક, સૂર્યકાન્તમાં ફૂડ ચેકિંગ
August 25, 2026 03:40 PMસોનું નવી ઊંચાઈએ આંબશે કે ધડાકા સાથે નીચે પટકાશે? ગ્રહો આપી રહ્યા છે ચોંકાવનારા સંકેતો
August 25, 2026 03:19 PMરાજકોટને કોરાણે મુકી જામનગર-પોરબંદર જિલ્લાના જળાશયોમાં નર્મદાનીર છોડાયું
August 25, 2026 02:51 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
