રોડનું કામ પૂર્ણ થયે ગ્રામજનો માટે જામનગર શહેરનું અંતર ઘટશે તેમજ અસરપરસ આવાગમનમાં સુગમતા થશે
જામનગર તા.10 એપ્રિલ, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સઉદ્યોગ,ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.ચાર કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર નારણપુર-ચંગા સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે આ વિસ્તારના ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સરકારે સ્વીકારી આ રોડનું કામ મંજૂર કર્યું છે. નારણપુર-ચંગા સહિતના ગામો માટે જામનગર શહેર તથા લાલપુર ચોકડી આ રોડના માધ્યમથી વધુ નજીક આવશે અને ગ્રામજનોને અરસપરજ આવાગમન માટે પણ ખૂબ સુગમતા થશે અને શહેર સુધીનું અંતર પણ ઓછું થશે.વધુમાં આ રોડને ડામર રોડના બદલે સી.સી. રોડ બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે જેથી લાંબા સમય સુધી ગ્રામજનોને આ રોડનો લાભ મળતો રહેશે તેમજ વરસાદી પાણી ભરાવા સહિતના અન્ય કોઈ પ્રશ્નો ઉદ્દભવશે નહીં.
ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકાના નારણપર ગામને ચંગા ગામ સાથે જોડતો ૫.૮૦ કી.મી.ની લંબાઇનો રસ્તો કાચો હતો.જેથી આ રસ્તા પર ૩.૭૫ મીટર સી.સી.ની કામગીરી કરવા માટે માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરને આ સી.સી.રોડની કામગીરી કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવેલ.જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નારણપરથી ચંગા રોડ પર સી.સી. રોડની કામગીરી કરવા માટે રૂા.ચાર કરોડ જેટલી રકમ મંજુર કરવામાં આવેલ.આ કામમાં જંગલ કટીંગ, માટીકામ, મેટલકામ, સી.સી. રોડ, નાળા પુલિયા તથા રોડ ફર્નીશીંગની કામગીરીની પણ જોગવાઇ કરવામાં આવેલ છે.આ રસ્તાની કામગીરી પુર્ણ થયે નારણપર, ચંગા તથા આજુ બાજુના ગામોને નવા બનતા રસ્તાનો લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરોધડા ગામે હીટાચી મશીનના ડ્રાયવર ઉપર થયો હુમલો
May 07, 2025 01:20 PMપોરબંદર સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટની ફલાઇટ આગામી ત્રણ દિવસ માટે રહેશે બંધ
May 07, 2025 01:19 PMગરીબોના ડોકયુમેન્ટ મેળવીને ખુલ્યા અનેક બેન્ક એકાઉન્ટ
May 07, 2025 01:17 PMપોરબંદરમાં છ દિવસ પહેલા થયેલ મારામારીમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ
May 07, 2025 01:16 PMરાણાવાવમાં વિદેશી દાના ૩૩૬ પાઉચ ભરેલો ટ્રક ઝડપાયો
May 07, 2025 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech