શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ તથા આયુષમાન કાર્ડ કઢાવવાનો કેમ્પ યોજાયો

  • December 02, 2024 01:19 PM 

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ તથા આયુષમાન કાર્ડ કઢાવવાનો કેમ્પ યોજાયો.

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે તાજેતરમાં જામનગર મહાનગપાલિકા નાં સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦ થી વધારે દર્દીઓ એ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ની દવાઓ મેળવી હતી. સાથે સાથે ૭૦ વર્ષ થી ઉપરના વડીલો માટે આયુષમાન કાર્ડ કઢાવવાનો કેમ્પ યોજાયો હતો.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર, કા.મંત્રી પાર્થ પંડ્યા, વોર્ડ નંબર ૩નાં સક્રિય કોર્પોરેટર સુભાષ ભાઈ જોશી, અલ્કબા જાડેજા, સ્થાનિક કાર્યકરો, કેળવણી પરિષદના ચાન્દ્રાભાઈ, ભંડેરીભાઈ, વસોયાભાઈ​​​​​​​, કાનાણીભાઈ​​​​​​​ વગેરે હાજર રહ્યાં હતાં. આ કેમ્પમાં મહાનગપાલિકાનાં કર્મચારીઓનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application