યાત્રાધામ દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં શુક્રવારે સાંજે ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે ભાવિક પરિવાર દ્વારા વારાદાર પ્રણવભાઈ પુજારી પરિવારના સૌજન્યથી આંબા મનોરથ યોજવામાં આવ્યો હતો. ઉનાળાની સીઝનમાં ઉત્તમ-ફળોના રાજા એવા આંબા ભરેલી કલાત્મક સુંડલીઓને ચોતરફ ગુલાબ પંખુડીઓથી સજાવવામાં આવી હતી. ગ્રીષ્મ ઋતુમાં શ્રીજીને પણ પુષ્પકલિઓનો દિવ્ય શૃંગાર યોજવામાં આવ્યો હતો. ઉત્થાપન સમયે યોજાયેલ આંબા મનોરથ નિમિત્તે શ્રીજીની વિશેષ આરતી પણ યોજવામાં આવી હતી જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણભકતોએ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech