સાયબર સિકયુરીટી ઈન મોબાઈલ વિષય પર વ્યાખ્યાન સત્ર યોજાયું
રાજ્ય સરકારના માર્ગદર્શન તળે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર, એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોલ અને શ્રી એમ.ડી.મહેતા મહિલા મંડળ- ધ્રોલ દ્વારા વીમેન સાયન્સ કલબની બહેનો માટે જાગૃતિ કાર્યક્રમનુંં આયોજન કરવામાંં આવ્યુંં હતું.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે સાયબર સિકયુરીટી ઈન મોબાઈલ વિષય પર વ્યાખ્યાન સત્રનું આયોજન કરાયુંં હતું. વર્તમાન સમયમાં સાઈબર ક્રાઇમ અટકાવવા અંગેના ઉપાયો, તેનાથી કઈ રીતે બચી શકાય, સાયબર ક્રાઈમ એટલે શું, સાઈબર ક્રાઈમ થવા પાછળના મુખ્ય કારણો, તેમના પ્રકારો, મોબાઈલ માંથી ડેટા કઈ રીતે ચોરી થાય, ફેક કોલ, બનાવટી લિંક, સોશિયલ મીડિયા અને મોબાઈલ સિક્યોરિટી વગેરે મુદાઓ અંગે વિસ્તાર પૂર્વક માહિતી અપાઈ હતી. તેમજ સાયબર ક્રાઈમનો બનાવ બને તો સૌપ્રથમ કયા પગલાં લેશો ?, કોનો સંપર્ક કરશો ?, રીપોર્ટિંગ માટેનું પોર્ટલ ક્યું તેની માહિતી આપવામાંં આવી હતી.
કાર્યક્રમના અંતે મહિલાઓ માટે પ્રશ્નોતરી સત્રનુંં આયોજન કરાયુંં હતુંં, જેમાંં મહિલાઓએ વર્તમાન સમસ્યા અંગે ચચર્-િવિચારણા કરી હતી. આ કાર્યક્રમમાંં મહિલા અને બાળમિત્ર રાજ્ય સરકારના કો- ઓર્ડિનેટર પ્રેક્ષાબેન ભટ્ટ, એમ.ડી.મહેતા મહિલા મંડળના પ્રમુખ અને બહોળી સંખ્યામાંં મહિલાઓ હાજર રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech