મેળામાં ફરવા માટે આવેલા કાકા-ભત્રીજા પર ચાર લુખ્ખા તત્વોએ હુમલો કરી દીધાની પોલીસ ફરિયાદ
જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળામાં વધુ એક વખત બબાલનો કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો છે. મેળામાં ફરવા આવેલા કાકા-ભત્રીજા પર ચાર લુખ્ખા તત્વોએ લાકડી વડે હુમલો કરી દીધાની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જે મારામારી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગજામ સર્કલ પાસે રહેતો અને સેન્ટીંગ કામની મજૂરી કરતો નવીન ભોલાભાઈ પરમાર નામનો ૨૦ વર્ષનો બાવરી યુવાન પોતાના કાકા સાથે પરમદીને રાતે પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી મેળામાં ફરવા માટે આવ્યો હતો. ત્યાં કાકા ભત્રીજા સાથે સામું કતરાઈને જોવા બાબતે તકરાર કરી હતી, અને મારામારીનો બનાવ બન્યો હતો.
જેમાં કાકા ભત્રીજા ને ચાર શખ્સોએ માર માર્યો હતો, તે અંગે કેટલાક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, અને તે મારામારીના દ્રશ્ય જામનગરના સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.
ત્યારબાદ આ મામલાને પોલીસ મથકે લઈ જવાયો હતો, અને નવીન પરમાર દ્વારા પોતાને તેમજ પોતાના કાકાને માર મારવા અંગે ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી કેમેરા અને વિડિયો ફૂટેજ ની મદદથી હુમલાખોરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMબરડા ડુંગર સહિતના વિસ્તારમાં ૧૬ સાવજોની સંભળાઇ રહી છે ડણક
May 21, 2025 05:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech