146 કરોડના ખર્ચે મત વિસ્તારના ત્રણ રસ્તાઓ પહોળા થશે
જામજોધપુર-લાલપુર મત વિસ્તારમાં સક્ષમ ગામ સક્ષમ વિસ્તારના પ્રણેતા ધારાસભ્ય હેમંત ખવાની રજુઆતને સફળતા મળી છે. જેમાં સરકાર દ્રારા ત્રણ રસ્તાઓ પહોળા કરવા માટે મંજુરી આપવામાં આવી છે. જેમાં નીચે મુજબના ત્રણ રસ્તાઓ પહોળા કરવામાં આવશે.
જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંતભાઇ ખવા દ્વારા અગાઉ અનેક વખત રોડ, મરામત તેમજ રોડ પહોળા કરવા બાબતે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, ગઇકાલે સરકાર દ્વારા જામનગર-સમાણા-ફુલનાથ રોડ 94.40 લાખ, ધ્રાફા-વાલાસણ-પાનેલી રોડ 23.50 લાખ તથા સડોદર-મેથાણ-બગધરા-બુટાવદર-માંડાસણ-મોટી પાનેલી રોડ 28.50 લાખ તેમ જામજોધપુર-લાલપુર મત વિસ્તારમાં આવતા ત્રણ મેઇન રોડ પહોળા કરાશે.
આમ ઉપરોક્ત ત્રણ રસ્તાઓને પહોળા કરવા માટે કુલ 146.40 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જે બદલ હેમંત ખવાએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે જામજોધપુર-લાલપુર વિસ્તારમાં આ રસ્તાઓના કામ થઇ જવાથી ઘણા ગામડાઓના લોકોની સુખાકારીમાં વધારો થશે.
વધુમાં તેઓએ પત્રમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તારમાં આવતા જામજોધપુર-તરસાઈ-હનુમાનગઢ રોડને પહોળો કરવા માટે અગાઉ પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ હતી. આ રસ્તો જામનગર અને પોરબંદરને જોડતો માર્ગ હોય આ રસ્તો સાંકડો હોવાથી રસ્તા પર ખુબ જ ટ્રાફિક થવા પામે છે જેના લીધે વાહન અકસ્માતોના બનાવો ખુબ જ બને છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ રસ્તા પર થયેલ વાહન અકસ્માતોમાં 25 થી વધુ લોકોના મૃત્યુ થયા છે જે ખુબજ દુખદ બાબત છે.
આથી આ રસ્તાને પણ પહોળો કરવાની મંજુરી મુખ્યમંત્રી દ્રારા તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી ફરી વખત રજૂઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech