જુની પેન્શન યોજના નાબુદ કરીને નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે
નવી પેન્શન યોજનાના સ્થાને જુની પેન્શન યોજના પુન: બહાલ કરવાની માંગ સાથે જામનગરના જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.
નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કિમ નાં જામનગર નાં ક્ધવીનર યુવરાજસિંહ રાણા વગેરે એ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં રજુઆત કરી છે કે, તા. ૧-૧-ર૦૦૪ થી જુની પેન્શન યોજના નાબુદ કરીને નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે. આથી આ પછી નિમણૂક પામેલ કર્મચારીને નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી. નવી પેન્શન યોજનામાં કર્મચારીના પગાર ની ૧૦ ટકા રકમ માં સરકાર દ્વારા ૧૦ ટકા રકમ જમાં થાય છે. જે રકમ મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર માં રોકવામાં આવે છે. જેથી નિવૃત્તિ સમયે મળનારી રકમ ચોક્કસ હોતી નથી.
અન્ય રાજ્યો જેમ કે રાજસ્થાન, છતીસગઢ, કર્ણાટક, ઝારખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, સિક્કીમમાં જુની પેન્શન યોજના ચાલુ છે. આથી જુની પેન્શન યોજનાનો અમલ જરૃરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech