ભાણવડની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં અપૂરતા તબીબી સ્ટાફના કારણે સેંકડો દર્દીઓને પડતી પારાવાર હાલાકી બાબતે જાત માહિતી મેળવવા માટે ગયેલા પત્રકારોને ફરજ પરના જવાબદાર તબીબે ઉઘ્ધત વર્તન કરી અમારે પત્રકારોને જવાબ આપવાનો ના હોય તેમ જણાવી અપમાનીત કરવાના બનાવથી પત્રકાર આલમ ખાતે ઉપસ્થિત સેંકડો દર્દીઓમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે.
અત્રે વેરાડ ગેઇટ બહાર રેલ્વે સ્ટેશન રોડ ઉપર સમગ્ર ભાણવડ વિસ્તારના લોકોને આરોગ્યની સવલતો મળે એ માટે રાજ્ય સરકારે દાતાના આર્થિક સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ તો કર્યું છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ રાખ્યો જ નથી, ત્યારે આ સમગ્ર બાબતની જાણકારી મેળવવા માટે અત્રેના પત્રકારો સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા.
પરંતુ ફરજ પરના જવાબદાર મનાતા તબીબ વિજય ચૌહાણે પત્રકારોને જાણકારી આપવાને બદલે અમારે પત્રકારોને જાણકારી આપવાને બદલે અમારે પત્રકારોને જવાબ આપવાનો ના હોય તેમ લાંછન લાગે એવી વાણી વિલાસનો બકવાસ કરી ઉઘ્ધત જવાબ આપતા પત્રકારોમાં રોષ સાથે નારાજગી છવાઇ હતી, આ ઘટના સમયે હાજર સેંકડો દર્દીઓમાં પણ અચરજ થયું હતું, આમ જવાબદાર મનાતા તબીબ વિજય ચૌહાણ જો પત્રકારો સાથે ગેરવર્તણુક કરતા હોય ત્યારે સામાન્ય દર્દીની હાલત શું હશે ? એમ સવાલ થાય છે.
આ સિવાય જાત મુલાકાતમાં અન્ય કેટલીક ચોંકાવનારી વિગતો પત્રકારોને મળી હતી, જેમાં જવાબદારો મનમાની ચલાવતા હોવાની પણ ફરિયાદો મળી હતી, ખાસ કરી ઓપીડી ચોક્કસ સમયે શરુ થતું નથી, તેમજ કેશબારી ઉપર જવાબદારને બદલે હોસ્પિટલના સફાઇ કામદારો ફરજ બજાવી રહ્યા છે, આ ઉપરાંત સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ફીજીયોથેરાપી ડોકટર રજા ઉપર હોવા છતાં પણ દર્દીને કેસ કાઢી આપવામાં આવે છે અને પાછળથી દર્દીને ડોકટર રજા ઉપર હોવાનું જણાવી ખાસ્સો સમય સુધી બેસાડી રાખવામાં આવે છે, આવી મનમાનીથી દર્દીઓ પણ હેરાન પરેશાન બની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech