મનદુ:ખના કારણે સાસરીયાઓ તુટી પડયા : ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી પોલીસ
ભાણવડ તાલુકાના શેઢાખાઇ ગામે પ્રેમલગ્નના મનદુ:ખમાં બાવાજી યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી જેનો ભેદ પોલીસે ઉકેલી નાખી છ શખ્સોને પકડી લીધા છે.
ભાણવડ વિસ્તારમાં યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી હતી, તા. 4-8ના ભાણવડ પોલીસ સ્ટેશનના પાર્ટ-એનો ગુનો બીએનએસ કલમ 103(2), 189(2), 189(4), 191(2), 191(3), 190 તથા જીપીએકટ 135(1) મુજબ ગુનો દાખલ થયેલ હોય આ કામના ફરીયાદી નિર્મળાબેન લક્ષ્મીદાસ દુધરેજીયા રહે. શેઢાખાઇ ગામ, તા. ભાણવડવાળાએ તેના દિકરા યાજ્ઞીકભાઇ લક્ષ્મીદાસ દુધરેજીયા નામના યુવાનને આરોપીઓએ જુના મનદુ:ખના કારણે ગેરકાયદે મંડળી રચી હથીયારો વડે આડેધડ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા કરી યાજ્ઞીકભાઇનું ખુન કરી નાશી છુટયા હતા. આ ગુનાની તપાસ પીએસઆઇ કે.કે. મા ચલાવી રહયા હતા.
દરમ્યાન દ્વારકા એલસીબી, એસઓજી અને સ્ટાફ સાથે ટીમ બનાવી અલગ અલગ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સધન તપાસ કરીને આરોપીઓના લોકેશન મેળવી આ ગુનાના કામે ગણતરીની કલાકોમાં આરોપીઓ શેઢાખાઇ નદી કાંઠે રહેતા આદમ મુસા દેથા, શેઢાખાઇ ગણેશ સોસાયટીના હોથી ઉર્ફે ડાડો કાસમ દેથા, વાડી વિસ્તારના જુમા મુસા દેથા, ઓસમાણ મુસા દેથા, સાજીદ ઇસા દેથા અને સલીમ હુશેન દેથાને પકડી લીધા હતા.
હત્યાનો બનાવ સામે આવતા દ્વારકા એસપી નિતેશ પાંડેય, ખંભાળીયા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી, સીપીઆઇ યુ.કે. મકવાના માર્ગદર્શન હેઠળ દ્વારકા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલ, એસઓજી પીઆઇ પી.સી. સીંગરખીયા, ભાણવડ પીએસઆઇ કે.કે. મા, સેક્ધડ પીએસઆઇ એન.એન. વાળા તેમજ સ્ટાફ દ્વારા સંયુકત કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech